Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 248
________________ ૧૮૩ - આ પરંપરા અક્ષુણ–એકધારી સર્વમાન્ય રીતે ૨૫૦૦ વર્ષથી ચાલી આવી છે. જેનસંઘ માટે એક સુખદ બાબત છે. પૂરવણ ન, ૩ પ. પૂ. આચાર્ય શ્રીમાન વિજયરામચંદ્રસૂરિજી મહારાજે છત્ર અંગેની સંમતિ આપતા પોતાના પત્રમાં કરેલી એક માર્મિક અને પ્રેરક કેર શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયમુંબઈ સં. ૨૦૪૪, કિં. જેઠ સુદિ ૧૦, શનિવાર નેધ:-પરમ શાસનપ્રભાવક પરમપૂજ્ય આચાર્ય શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની મારા ઉપર વરસોથી અંતરની લાગણી અને મધુરપ વર્તતી હતી. તેઓશ્રી સાથે મારો અંગત સંબંધ અને આત્મીય નાતો લગભગ પચીસેક વર્ષથી હતો. જન્માંતરના કંઈક ઋણાનુબંધ હતા એટલે તેઓશ્રી પ્રત્યે મને ઘણું આદરમાન હતા અને તેઓશ્રી પણ મારા પ્રત્યે આદર સભાવ દાખવતા હતા, અમારી વચ્ચે ઘણી ઘણી વાત, વિચારોની આપ-લે થઈ છે. પરસ્પરની કેટલીક ગેરસમજે પણ વાર્તાલાપને અને દૂર થવા પામી હતી. તેઓશ્રી સાથેની પ્રશ્નોત્તરી, વાર્તાલાપ તથા બીજાં જે કંઈ સંસ્મરણો છે તે અંગે સમય મળે લખવા ધારું છું. તેઓશ્રી સં. ૨૦૪૪માં મુંબઈ–શેઠ મોતીશા લાલબાગ જન ઉપાશ્રયમાં બિરાજમાન હતા, ત્યારે ત્રણ છત્ર અંગેની મારી સમજ, મારી માન્યતા અને એ અંગે સત્ય શું છે? તે માટે મેં બે થી ત્રણ નિવેદને લેખરૂપે તથા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજના અન્ય અનેક પ્રધાન આચાર્યો ઉપર તથા સ્થાનકવાસી, તેરાપંથી દિગબર સમાજ માટે આ વાત ચર્ચાનું અસ્તિત્વ ન ધરાવતી હોવાથી પ્રસ્તુત લેખ મેકો ન હતો.

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286