________________
૭૪ ]
[ તીર્થંકરદેવની કેશમીમાંસા તેવી અદ્ભુત, આશ્ચર્યજનક, અદ્વિતીય ઘટનાઓ જે બાહ્યઅત્યંતર સંપત્તિ કે વૈભવના સ્વામી તરીકે વ્યક્તિને ખ્યાત કરે છે. આવા અતિશયે (મુખ્ય) ૩૪ છે.
આ અતિશયમાં શરીર સાથે સંબંધ ધરાવતા ચાર અતિશયે તે તીર્થકરોને જન્મતાંની સાથે જ પ્રાપ્ત થાય છે. જેને સાહજિક અતિશયથી પણ ઓળખાવાય છે. તે પછી દિક્ષા લીધા બાદ ભગવાનની તપ અને સંયમની ઉગ્ર સાધના દ્વારા આત્મગુણેને ઘાત-નાશ કરનારા કેવળજ્ઞાન આદિ ગુણમાં બાધક ચાર ઘાતકર્મને ક્ષય થતાં પ્રગટ થતાં ૧૧ અતિશયે અને બાકીના ૧૯ અતિશય જે રહ્યા તે કેવલી અવસ્થામાં, સર્વોચ્ચકોટિના તીર્થકર નામકર્મના પુણ્યપ્રભાવે સેવામાં રહેલા દેવે અવિરતપણે પ્રગટ કરતા રહે છે. આ રીતે ભાવતીર્થકરે જન્મથી નિર્વાણુપર્યન્ત ચેત્રીશ અતિશયેથી પરિવરેલા હોય છે. - આમાં દેવકૃત ૧૯ અતિશય જે કહ્યા-વર્ણવ્યા છે, તે પિકી એક અવસ્થિત અતિશયને ભગવાનના વાળ-નખાદિકની વૃદ્ધિને અટકાવનારે જણાવ્યું છે. આ અતિશય દેવકૃત છે, અને દેવકૃત અતિશય કેવળજ્ઞાન પછી જ પ્રગટે છે. સાચા ભાવતીર્થકર સાથે એને શાશ્વત સંબંધ હોવાથી આ સંજોગોમાં દીક્ષા પ્રસંગે અવસ્થિત અતિશયને સ્થાન જ ક્યાંથી હોય?
૧. મુખ્ય ૩૪ પણ તે સિવાયના પણ અનેક અતિશય-વિશેષતાઓ
ભગવાનને લગતી હોય છે.