Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 244
________________ ૧૭૯ શિ૯૫ની દષ્ટિએ બીજી નોંધપાત્ર ઘટના એ કે પ્રાચીનકાળમાં ગાદીની નીચે માત્ર બે સિંહો જ બતાવવાની પ્રથા હતી. જ્યારે આજે છેલ્લાં સેંકડો વર્ષથી મુખ્યત્વે કરીને પરિકરની ગાદીમાં બે હાથી અને બે સિંહ આમ ચાર આકૃતિઓ બતાવવાની પ્રથા છે. વચમાં ધર્મચક્ર આડું મૂક્યું છે. ધર્મચક્ર આડું મૂકવાની પ્રથા ગુપ્તકાળથી ચાલી આવે છે. આવું ધર્મચક્ર હોવું એ પ્રાચીનકાળની, સૂચક નિશાની છે. આથી શિલ્પના અભ્યાસીઓને આડું ધર્મચક્ર અને સિંહની બે આકૃતિઓ જોઈને તરત જ આ મૂર્તિ પ્રાચીન છે એ ખ્યાલ આવી જાય છે. આ મૂર્તિઓનો ફોટો મોટી સાઈઝમાં હેત તો બ્લોક વધુ સારે અને આકર્ષક બનત. એમ છતાં માથાનો પરિચય મેળવવા માટે પૂરતો છે. ભગવાનની ગાદીની નીચે વસ્ત્ર બતાવવાની જે પ્રથા છે તે શ્વેતાંબર–દિગંબર બંને સંપ્રદાયમાં જોવા મળે છે, પણ મારી સમજ મુજબ પ્રાચીન દિગંબર મૂર્તિમાં આ પ્રથા વધુ હતી. મધ્યપ્રદેશના દેવગઢના પહાડ ઉપર વિવિધ પ્રકારે વસ્ત્ર પાથરેલી સંખ્યાબંધ મૂર્તિઓ વિદ્યમાન છે, અને એ મૂર્તિઓનું શિલ્પ અને પરિકર શિલ્પ આંખો આંજી નાખે તેવું બેનમૂન, અડ, અને બીજે જોવા ન મળે તેવું છે. ત્યાંના કારીગરોએ આ મૂર્તિઓના શિલ્પને વિવિધ રીતે ઉપસાવવામાં પોતાના પ્રાણ પૂર્યા છે. ૨૫ વર્ષ પહેલાં આ શિલ્પ મને જોવા મલ્યું. વીતરાગની એક એક મૂર્તિઓને ખૂબ ભાવથી નિરખતો રહ્યો, અને આ મૂર્તિઓ ૧. એક વખત આ દિગમ્બરનું તીર્થધામ હતું. આજે મંદિરે, મૂર્તિઓ વગેરે ઘણું ખંડિત થઈ ગયું છે. છતાં શિલ્પકળાના રસિકે અને અભ્યાસીઓ માટે ખાસ જોવા જેવું આ સ્થળ છે.

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286