________________
૧૮૯
છે તે ઉપરાંત મુનિવર શ્રી કસ્તુરસાગરજીએ પણ ત્રણ છત્રની મારી માન્યતાના સમર્થનમાં પત્ર લખ્યા હતા. * તથા કેશમીમાંસા વાંચીને ભગવાનના માથા ઉપર વાળ તેમજ દાઢી-મૂછ હોય છે તેવું જણાવતો પત્ર ઉવવાઈસૂત્રના પાઠ સાથે સ્થાનકવાસી મુનિશ્રી જનકવિજયજીએ મોકલ્યો હતો.
પૂરવણ નં ૭ મુનિવર શ્રીમાન અશોકસાગરજીએ જાહેરમાં–જૈનપત્રમાં લખેલા લેખ માટે એક જાણીતા સુજ્ઞ આચાર્ય શું કહે છે? તે
નેધ– તા. ૫–૫–૧૯૮૯ના રોજ ભાવનગરથી પ્રગટ થતાં જૈનપત્રના મુખપૃષ્ઠ ઉપર પંન્યાસજી શ્રીમાન્ અશોકસાગરજીએ, જેઓ સમજુ અને શાણું મહાત્મા ગણતા હોવા છતાં વિવિધ કારણોથી આવેશમાં આવી જઈને શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો માં માથા વિનાને, હાંસી અને મારી મજાક ઉડાવતો તેમજ મોટાભાગે સામાન્ય વિવેક ચૂકીને અશોભનિક ભાષામાં લેખ લખેલો. એ લેખ વાંચીને મારી ઉપર અશોકસાગરજીની હાંસી ઉડાડતા અને ટીકાટીપણ કરતાં ગૃહસ્થ અને સાધુના પત્રો આવ્યાં છે.
બીજી વાત- છત્રો બનાવનારા સોનીઓ જૈન નહિ પણ અજેન હોય છે. અને મારા ખ્યાલ મુજબ અજૈન મંદિરમાં મળેલી માહિતી મુજબ લગભગ અવળાં છત્રની પરંપરા વરસોથી ચાલી આવે છે. તેથી સોનીઓ અવળાં છત્ર બનાવવાની રીતથી પરિચિત હોય છે, એટલે તેઓ અવળાં છત્ર બનાવીને જન ભાઈઓને પધરાવી દે છે, એથી આપણે ત્યાં ગરબડ ઊભી થઈ, અને આપણે ત્યાં લટકાવવામાં આવતાં ચાંદીનાં છત્રમાં સવળાં-અવળાં બંને પ્રકારો પ્રચલિત થયાં.
અજૈન પરંપરામાં મૂર્તિની અંદર છત્રો બનાવવાની પ્રથા જાણી નથી, એટલે અજેને માટે સવળાં–અવળાંની ચર્ચાને અત્યારે સ્થાન રહેતું નથી. હજુ હું પ્રાચીનકાળના અજૈન મૂર્તિશિ૯૫માં છત્રની પ્રથા હતી કે કેમ? તેની તપાસમાં છું.