________________
તીર્થકરદેવની કેશમીમાંસા ]
| ૧૦૫
થોડી થેડી ટપકાવી છે, એમ કરવા જતાં લેખનું કદ ઘણું વધી જવા પામ્યું છે, પાછો મારો દીર્ઘસૂત્રી સ્વભાવ ભેગે ભળે એટલે લંબાણ થઈ જ જાય.
પ્રશ્ન-પ્રાચીનકાળમાં પાછળના ભાગ સાથે આખું માથું વાળના સૂચક સાતડાના અંક જેવા ગોળ ગોળ આકારેથી ભરેલું કરવામાં આવતું હતું, જ્યારે છેલ્લાં લગભગ ૫૦૦-૬૦૦ વરસથી મૂતિઓમાં મોટાભાગે કપાળ ઉપરના ભાગમાં જેવી જેવી મૂર્તિની સાઈઝ હોય તે તે રીતે માત્ર ત્રણ, પાંચ કે તેથી વધુ વાળની લાઈને (મણિકા) કરી માથાને શિખાસ્થાનીય વચલે ભાગ અને પાછલો ભાગ બધે બેડિયે જ રાખે છે તે એમ કેમ?
* ઉત્તર–સમગ્ર માથા ઉપર વાળ બતાવવાની પ્રાચીન પરંપરાને જૈનસંઘે (વધુ પ્રમાણમાં) ક્યારે તિલાંજલિ આપી હશે? ક્યા કારણે આપી? વાળની પ્રથા માથામાં કેવી કેવી રીતે પલટાતી ગઈ અડધું માથું વાળવાળું અને અડધું પિણું માથું બેડિયું બનવા માંડ્યું. તે પછી છેલ્લાં ૬૦૦ થી વધુ વરસોથી માથાના અગ્ર ભાગ ઉપર મણિકા-મણકા જેવી ત્રણ જ 'લટ
૧. આજે તે માથાના વાળ કે મણિકા પ્રદક્ષિણાવર્ત, સાતડાની જેમ કે સ્થાપનાચાર્યની રેખાઓની જેમ કરવા જોઈએ, જે પ્રાયઃ કઈ કરાવતું નથી. કારીગર પ્રાયઃ કરતા નથી, લખોટાની જેમ ગોળ-ગોળ મણકા બનાવી દે છે. જેવો જોઈએ તેવો ઘાટ કે અંદરને દેખાવ થત