________________
૧૯૪
પાલીતાણું સાહિત્યમંદિર
- જેઠસુદ-૩ પ.પૂ. ધર્મસ્નેહી વિદ્વદર્ય મુનિરત્ન શ્રી યશોવિજયજી મ.સા. સાદર વંદના
દેવ-ગુરુ કૃપાએ સુખશાંતિ છે. વિ. આપને પત્ર મ. વાંચી સમાચાર જાણ્યા. સ્મારક ગ્રંથમાં આવેલ ફેટાઓની કેપી ચેમાસામાં મેકલાવવા ધ્યાનમાં લઈશ. હાલમાં નેગેટી સાથે નથી. આપે મારક ગ્રંથની નબળાઈએ તરફ ધ્યાન ખેંચ્યું તે બદલ આભાર.! તે માટે
દેષ દૃષ્ટિથી નથી લખ્યું એવું લખવાની જરૂર ન હતી. આપ જેવા સાહિત્યસ્વામી સંશોધક વિદ્વાનની પાસેથી જે યોગ્ય માર્ગદર્શન ન મળે તો પુણ્યની ખામી સમજવી. કાંતિભાઈ વાલમવાળાએ ચંદ્રની ઉદય અને અસ્ત વખતની અવસ્થા ફરી જાય છે તે શંકા પત્રથી મને જણાવી હતી. ત્યારબાદ જાપાનથી હમણું મંગાવેલ કિંમતી ટેલીસ્કોપથી આપે બતાવેલ ચીજ ચકાસવાને અવસર મ નથી, તો તે બરાબર ચકાસી પછી આપને ખુલાસે લખીશ, અને આબુના દેરાસરની કેતરણીની વાત તે રૂબરૂ સમજાવી શકાય તેમ છે. નિત્ય રાહુ ચંદ્રના વિમાનની સાથે ચાલતું હોય છે, એ વાત ધ્યાનમાં છે પણ ચંદ્રના વિમાન અને રાહુના વિમાનની પોઝીશન=કે = ? કેવી તે જાણવું જરૂરી છે. વિ. હવે પછી.
લી. અભયસાગર