________________
૧૦૨ ]
|| તીર્થકરદેવની કેશમીમાંસા નાંખ્યું. દાઢી-મૂછના વાળને પણ વ્યવસ્થિત કરી તેની વૃદ્ધિને સ્થિગિત કરી નાંખી. ઈન્દ્રની આ શાશ્વત ફરજ-મર્યાદા છે. એથી જ કૃતકૃત્ય અને લોકેત્તર ગણાતા એવા તીર્થકરે પણ ઈન્દ્રને તેમ ન કરવાનો ઈન્કાર કરતા નથી અને કરવા દે છે. આ એક જ નાની છતાં માર્મિક ઘટના એ 'ચિંતન કરવા જેવી બાબત છે.
વાચકે ! કેવલી ભગવંત અને તે દાઢી-મૂછવાળા આ રચના આપણને ગમે ખરી?, હરગિજ નહિ. દાઢી-મૂછ કેવા અદર્શનીય–ખરાબ લાગે ! પણ હવે શાસ્ત્રની વાતને સ્વીકારવી રહી અને આપણી સમજને ફેરવવી રહી તેમજ અણગમતી વાત ગમાડવી જ રહી.
ઉપર જણાવેલા પ્રબળ, અકાઢ્ય, નિર્વિવાદપણે જ્વલંત
૧. આ એક ઘણું સૂચક બાબત છે. એ ઉપર વધુ લખી શકાય તેમ છે. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કૃતકૃત્ય એવા તીર્થંકરદે, લેકેની ઇચ્છાને સંતોષવા શારીરિક શણગાર કેમ કરવા દે છે? ભલે વાળ વિનાની પણ કંચનમય તેજસ્વી કાયા શું દર્શકોને સંતોષી શકે તેમ ન હતી ? લકત્તર ગણાતી વ્યક્તિ પણ લેકની ભાવના ખાતર શરીરપુદ્ગલને સુભિત બનાવવા ઇન્દ્રને સહકાર આપે, એ વ્યાપક દષ્ટિ અને ઊંડાણથી વિચાર કરવા પ્રેરે તેવી બાબત છે. તે
૨, જંગી પ્રમાણુની શાશ્વતી સેંકડો પ્રતિમાઓ અનાદિકાળથી માથાના વાળ અને દાઢી-મૂછના વાળવાળી જ છે. વાચકો ! આવું સ્વીકારવા તમારા દિલ અને દિમાગને કેળવે જ છૂટકે છે.