________________
૧૪૪]
[ અશોક-આસોપાલવ સરણમાં અશોકનું વૃક્ષ રચાય છે. તે ધરતી ઉપરનું કુદરતી અશોક નથી હોતું પણ દેએ પિતાની દૈવિક શક્તિથી ઊભું કરેલું અકુદરતી અશોક હેય છે.
અહીં વિચારવાની એક વાત એ છે કે ચૈત્યવૃક્ષ, અશોકવૃક્ષ બંને દેવે બનાવે છે તે તે ધરતી ઉપર હોય છે તેવાં જ દેવો બનાવે છે કે કેમ!
અશોક, આસપાલવ અને ચૈત્યવૃક્ષને અંગે આટલી ઊંડી વિચારણા કરવા પાછળ એ જ એક હેતુ છે કે આ વૃક્ષો સમવસરણની રચના સાથે અકાઢ્ય સંબંધ ધરાવે છે. તે આ વિચારણું ઉપર વિદ્વદ્દવર્ગ ચિંતન-મનન કરીને પિતાના વિચારે દર્શાવવાની આત્મીયતા-ઉદારતા દાખવવાનું સૌજન્ય અવશ્ય અદા કરશે જ એવા વિશ્વાસ સાથે યથામતિ યથાશક્તિ આ લેખ પૂર્ણ કરું છું.
ત્રીજો લેખ અહીં પૂર્ણ થશે.