________________
છત્ર અંગે વિસ્તૃત વિચારણા ]
[ ૧૬૭ શ્રી ચન્દ્રીયાથી ઘણું પ્રાચીન સંગ્રહણી પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલી છે. તેની ૨૪૦મી ગાથા તેની મલયગીરી વિરચિત ટકા અને તેનું ભાષાંતર આપું છું. બંને સંગ્રહણીકારે અને ટીકાકારે સમાન પ્રરૂપણ કરે છે
उदहीषणतणुवाया-आगामपइट्ठियाउ सव्वाओ । घम्माईपुढवीओ, छत्ताइच्छत्तसंठाणा ॥
ટી-તા વધતા થશે: સમુનિ સંથાનાતળાतिच्छत्र संस्थानाः छत्रमतिक्रम्य छत्रं छत्रातिच्छत्रं तद्वत् संस्थानं यासा ताश्छत्रातिच्छत्र संस्थाना यथा ह्युपरितनं छत्रं लघु तदधोवर्ति महत् ततोऽप्यधोवतिं महत् एवमेता अपि धर्मादिपृथिव्योऽधोधोवतिन्यो महाविस्तारा इति ॥
ઉપરની ટીકાનું ભાષાંતર જેનધર્મપ્રચારક સભા તરફથી સં. ૧૯૧માં બહાર પડેલી સંગ્રહણી પુસ્તિકા પ્રગટ થઈ તેમાંથી લઈને અહીં આપ્યું છે.
ભાષાંતર–તે સાતે નરકપૃથ્વીઓનું સમુદાયે સંસ્થાન છત્રાતિછત્ર જેવું છે. એક છત્રને અતિક્રમીને બીજુ છત્ર હોય તે છત્રાતિછત્ર કહેવાય. તેના જે આકાર છે જેને તે વસ્તુ તે છત્રાતિછત્ર સંસ્થાનવાળી કહેવાય. આટલું લખીને ટીકાકારે આકાર જણાવ્યું પણ આ સંસ્થાન સાથે તે આકારનો સંબંધ પણ જોડાયેલો છે જ તે દર્શાવવા ટીકાકારે કહ્યું કે ઉપરનું છત્ર નાનું, તેનાથી નીચેનું તે કરતાં મોટું, તેનાથી નીચેનું તે કરતાં મોટું એમ ઉત્તરોત્તર મેટાં વિસ્તારવાળું છત્ર સમજવું.