________________
૯૨ ]
[ તીર્થકરદેવની કેશમીમાંસા ટીકા-ગતિનોન ક્વઝા મુને વાતત્પન્નો:मुष्ठिवातस्तेन मुष्ठिवातेन केशाग्राणि वीजितवान्' ||
પ્રકાશિત ભગવતીજી છે. ૩, ઉ. ૨
[ જુઓ આગોદય સમિતિ-સુત્ર ૧૪૫, પૃ. ૧૭૬ ] ઉપરની વાત ઉપર મારી સમીક્ષા–આચારાંગ સૂત્રકારે વાળ હવાનું પ્રમાણપત્ર સ્પષ્ટ આપ્યું, પણ તે ઘટના દીક્ષાના બીજા જ વરસે બની હોવાથી તે અંગે ઘડીભર સવાલ ભલે ન ઊઠાવીએ પણ આ ચમરેન્દ્રની વાત ભગવાને જે કહી ત્યારે ભગવાને જ ગૌતમને કહ્યું કે ગૌતમ મારી દીક્ષા પછીનાં ૧૧માં વરસે આ ઘટના બની હતી. જો કે વર્ણવી છે કેવલી થયા પછી, એટલે યદ્યપિ હકીકત સત્ય અને નિઃશંક હેવા છતાં આ ઘટના આપણને ગંભીર વિચારમાં મૂકી દે તેવી છે. કેમકે ૧૧ વરસ સુધી ભગવાને વાળ કાઢયા ન હોય એવું કેમ બને? ન કાઢે તે વાળ વધીને જંગલના તાપસ-જોગીઓની જેમ લાંબી લાંબી જટાઓ જ થઈ જાય, પણ તે રીતે વધ્યા નથી, વધવા દેવાય પણ નહીં. તે આપણે શું નક્કી કરવું ? તે નકકી એ કે છદ્મસ્થાવસ્થામાં વાળની હાનિ-વૃદ્ધિ થતી હતી અને એ કારણે ભગવાન સાધુની જેમ જ લોચ કરતા રહ્યા હશે જ. આથી વીતરાગસ્તવના ટીકાકારની વાત સાથે કઈ મેળ મળતું નથી.
૧. આધસ્થાવસ્થામાં વાળને લેચ વારંવાર થતું હતું અને દેવની સહાય હતી નહિ, એટલે વાળ સુવ્યવસ્થિત અને સ્થિર પ્રકારના ન હોય. લેચ કર્યો હોય ત્યારે વાળ ન હોય.