________________
૧૨૮]
[ અશક-આસોપાલવ પહાડ ઉપર કે તેની સમીપે કે નદી કિનારે નહી જ, આ પણ એક રહસ્યમય બાબત છે. તે પછી ત્રિકાલજ્ઞાન માટે વૃક્ષની જ અનિવાર્યતા કેમ? આ બાબત ઊંડી શેધને વિષય છે. - હું અહીં આના કેટલાક વૈજ્ઞાનિક તથા અન્ય અગમ્ય રહસ્ય તરફ જરૂર અંગુલીનિર્દેશ કરી શકું પણ મારે અત્યારે લેખ લંબાવવો નથી, ભવિષ્યમાં ક્યારેક આ વાત ઉપર વધુ વિચારવાની ઈચ્છા રાખું છું.
કેવલજ્ઞાન એટલે શું? કેવળ શબ્દને અર્થ છે “એક જ.” બીજા કેઈ પણ પ્રકારના પ્રકારે–વિકલ્પથી રહિત, મેળવવા જેવું આ એક જ છે એ ભાવ ધ્વનિત કરતું જ્ઞાન તે કેવળજ્ઞાન. આ જ્ઞાન સંપૂર્ણ કટિનું હોય છે અને કેવલજ્ઞાનના જ્ઞાનચક્ષુ દ્વારા ત્રણેયકાળના સર્વ ભાવેને જુએ-જાણે છે. આ જ્ઞાન જ્ઞાનાવરણીયાદિ કર્મોને સંપૂર્ણ ક્ષય થતાંની સાથે જ પ્રગટ થાય છે. લેકભાષામાં અખિલ બ્રહ્માંડનું અને જૈન પરિભાષામાં ચૌદ રાજલે તથા તેની ફરતા અલકાકાશના પ્રત્યક્ષ દર્શન સાથે તેનું સૈકાલિક જ્ઞાન કેવલજ્ઞાન દ્વારા આત્મપ્રત્યક્ષ થઈ જાય છે. આવા જ્ઞાનને જેના પરિભાષામાં કેવળજ્ઞાન કહેવાય છે. વિશ્વ ઉપર અસ્તિત્વ ધરાવતા જ્ઞાનની આ છેલ્લામાં છેલ્લી કક્ષા–સીમા છે કે વધારે આથી આગળ કે વિશેષ કઈ જ્ઞાન નથી. આ જ્ઞાન જે કેવલ–એક જ રૂપ છે, જેમાં હવે કઈ વિકલ્પ નથી, જેમાં હવે કઈ આવરણ નથી, જે સંપૂર્ણ અને શાશ્વત છે. આ જ્ઞાનથી વિશ્વનાં ચેતન અને