________________
૧૨૦]
[ અશક-આસોપાલવ ઝાડોને તેમજ ચૈત્યવૃક્ષ શું છે? તેને અને શાલ નામના ચૈત્યવૃક્ષને ખૂબ જ વિસ્તારથી સર્વાગ સંપૂર્ણ પરિચય આપે છે. ' ' લેખ લખવાનું કારણ
અશોકવૃક્ષ એ તીર્થંકરદેવ માટેનું એક કાયમી પ્રાતિહાર્ય–અલંકાર છે. આ પ્રાતિહાર્યોને ઉપયોગ સમવસરણનું ધ્યાન કરતી વખતે ધ્યાનમાં યાદ કરાય છે. વળી તીર્થંકરનાં ચિત્ર ચીતરવાના પ્રસંગમાં પણ તેને ઉપયોગ ચીતરવામાં થાય છે. અશોકને બદલે આસોપાલવનું ધ્યાન ન થઈ જાય અને ચિત્રમાં અશોકને બદલે આસોપાલવ ચીતરાઈ ન જાય, આ બધાના કારણે દેખાવમાં જે કે આ પ્રશ્ન માને છતાં મહત્ત્વને હેઈ હાથ ઉપર લીધે અને મારી સુઝ-સમજ મુજબ તેની સર્વાગી દષ્ટિએ છણાવટ કરી, કાયમ માટે અશોક અને આસપાલવ બંને વૃક્ષો જુદાં છે એવો નિર્ણય જણાવ્યો છે.
વાચકેને આ લેખમાં અવનવું બીજું ઘણું મહત્વનું જાણવા મળશે. આ લેખમાં કેટલીક વિગત એવી છે કે જેને કોઈને સ્વય પણ ખ્યાલ આવ્યો નહીં હોય. લેખથી વિદ્વાન અને અભ્યાસી મુનિરાજેને સંશોધન કેમ કરવું જોઈએ તેને પણ આછો ખ્યાલ મળી રહેશે.