________________
તીર્થકદેવની કેશમીમાંસા ]
C[ ૭૧ પ્રથમ પંચમુઠી લાચ એટલે શું? તે સમજી લઈએ
જૈન ધર્મમાં એક એ અચૂક નિયમ છે કે જે કઈ દીક્ષા લે તેને માથું મૂંડાવવું જ જોઈએ. ત્યાગી બન્યાનું આ પ્રથમ સોપાન છે પણ આ માથું મૂંડાવવાનું કે તમામ વાળ કાઢી નાખવાનું કામ હજામને કરવાનું હોય છે. દીક્ષાથી પિોતે પોતાના હાથે વાળ કાઢતે નથી હતું, પરંતુ આ નિયમ તીર્થકરને લાગુ પડતા નથી. તેઓ માટે તે એ શાશ્વત નિયમ છે કે એ તારકદેવ દીક્ષા વખતે સ્વયં પોતાના હાથે જ માથાના વાળને લેચ પાંચ મુઠ્ઠીથી કરી નાંખે છે. એમાં ચાર મુઠ્ઠીને ઉપગ માથાના વાળ માટે અને પાંચમી મુઠ્ઠીને ઉપગ દાઢી અને મૂછના બંને સ્થળના વાળ એક સાથે જ કાઢવા માટે કરે છે. દાઢી-મૂછના વાળ એક જ મુઠ્ઠીથી કઈ રીતે ચૂંટી કાઢતા હશે? એ તક જરૂર થાય પણ હાથથી પકડવાની કુશળતાથી ખેંચી કાઢે છે. બાકી લેકેર વ્યક્તિ માટે અશકય પણ શક્ય બની જાય છે, ત્યારે તર્ક દ્વારા મગજને વધુ કસરત કરાવવાની જરૂર કયાં રહી?
કેટલીક વિચારશીલ વ્યક્તિએ પ્રશ્નના જવાબમાં એવું પણ લખે છે કે અનાર્ય દેશના અધમી પાપીઓ માથાના
૧. લોચ-જેન શ્રમણસંધને પારિભાષિક શબ્દ છે. જેને અર્થ તેડવું, છૂટું પાડવું વગેરે થાય છે. ૨. પંચમુષ્ટિ ભેચને આ શાશ્વત નિયમ દીક્ષા પ્રસંગ પૂરતે હૈ જોઈએ. ૩. આ તકે ચાર મુઠ્ઠી લચ માટે પણ વાચકે કરે છે.