________________
તીર્થકરદેવની કેશમીમાંસા ]
( ૯૩ હવે ટચના યથાર્થ અને આખરી પુરાવા વાંચ
છદ્મસ્થાવસ્થાને બે પુરાવા રજૂ કર્યા, હવે આગળ વધીએ. હવે જે વાત રજૂ કરું છું તે પિલા બે પુરાવાને પણ ઓળંગી જાય તેવી, કલ્પના ન કરી શકીએ એવી છે. આ વાત છદ્મસ્થાવસ્થા પછીની અવસ્થા એટલે કેવલી અવસ્થાની છે. તે શું આ અવસ્થામાં વાળ હતા ખરા? હા, નિશ્ચિત હતા, પછી તે સમવસરણમાં દેશના આપતા હતા ત્યારે પણ ભગવાન વાળવાળા જ હતા. જ્યારે બંને અવસ્થા (છઘસ્થ અને કેવલી)માં વાળ સાબિત થાય છે ત્યારે હવે તીર્થકરો માટે અભૂતપૂર્વ વિધાન કરી શકાય છે કે તીર્થકરેને દીક્ષા વખતના પંચમુઠ્ઠી લેચ વખતે વાળ કાઢી નાખ્યા બાદ નવા વાળ આવી જાય તે પછી (છદ્મસ્થાવસ્થા માટે વિકલ્પ ધ્યાનમાં રાખ) કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી હોય કે ન પણ હોય પણ કેવલી થયા પછી તે ભગવાન મેલે ન જાય ત્યાં સુધી અવિરત-સતત વાળવાળા જ હોય.
આ માટે ડિડિમ જેરારથી ઢેલ પીટતે પ્રથમ ઔપતિકસૂત્ર-શાસ્ત્રને પુરા આપીશ. પછી અતિસન્માન્ય શ્રી ભગવતીજી સૂત્રને પુરા રજૂ કરીશ. બંને સૂત્ર આગમ ગ્રન્થ છે. બંનેના ટીકાકાર પૂ. શ્રી અભયદેવસૂરિજી છે. એમણે પ્રથમ ટીકા ઔપપાતિકની કરી છે અને તે પછી એમણે ભગવતીજીની ટીકા કરી છે. ઓપપાતિક મૂલમાં જે પાઠ છે તે જ પાઠની સાક્ષી ભગવતીજીમાં આપીને માથાના વાળ કેવા હતા? આકાર-પ્રકારે કેવા હતા? કેટલા પ્રમાણમાં હતા? તેનું કદી આપણે કલ્પી જ ન શકીએ એવું વર્ણન કર્યું