________________
૧૬૮].
[ છત્ર અંગે વિસ્તૃત વિચારણા આ આકાર મુજબ ઉપરની પ્રથમ પૃથ્વી નાની અને તે પછીની બધી પૃથ્વી વિસ્તારમાં વધતી વધતી સમજવી.
સંગ્રહણીની આ બંને ગાથા અને તેની ટીકાઓ જે કે સીધી રીતે ત્રણ છત્રનાં આકારને દર્શાવતી નથી પરંતુ સાતનારકીની રચના જ એવી છે કે તે ત્રણ છત્રની રચના સાથે બંધબેસતી બની જાય છે, એટલે નારકીનું છત્રાતિછત્ર સંસ્થાન ઉપરાઉપરી અર્થને જણાવીને સાથે સાથે ત્રણ છત્રની આકૃતિને પણ સૂચવે છે.
ભારતમાં વેતામ્બર તથા દિગમ્બર જૈન મંદિરમાં કેટલીક સપરિકર અને અપરિકર આરસની કે ધાતુની કેટલીક મૂતિઓ સ્થાપિત થઈ તેની અંદર જ બનાવેલાં ત્રણ છે સવળાં જ જોવા મળ્યાં છે. અવળાં છત્રવાળી એક પણ મૂતિ આજ સુધી મને જોવા મળી નથી, અને કેઈએ તે ફેટો મક નથી.
સવળાં છત્રની માન્યતાને પૂરેપૂરે ટેકે આપતા એક પછી એક પ્રમાણે આપણી સામે છે અને જ્યારે બીજા વિકલ્પ માટે કેઈપણ ઠેકાણે કશે સ્પષ્ટ ઉલ્લેખ, આધાર કે સંકેત ન હોય ત્યારે, માત્ર એક સવળાં છત્રની જ માન્યતાને નિષ્પક્ષપાતી, તટસ્થ બુદ્ધિમાનેએ સ્વીકારવી જોઈએ.
અહીં છત્રાતિછત્ર અંગેની વિચારણા પૂરી થઈ