________________
૧૯૨
૧. પહેલું ફચિત્ર શ્રી નમસ્કાર મહામંત્ર પટનું હતું. એ
પટનું પૂરું નામ શ્રીપંરપરમેષ્ટીમહિમાથાપવળવર્મ
श्रीनमस्कारमहामंत्रपटः આ ચિત્રપટ કરાવ્યાની સાલ ૨૦૧૬ હતી અને મધ્યપ્રદેશમાં તેઓ હતા ત્યારે ત્યાં તૈયાર કરાવ્યો હતો. આ ચિત્રપટમાં તેમને પંચપરમેષ્ઠીમાં કાર ચીતરાવ્યું અને તે પછી કારના માથે ત્રણ છત્ર ચીતરાવ્યાં છે. તે ત્રણ છત્ર શાસ્ત્રકથિત સંપૂર્ણ મારી માન્યતા અનુસાર ચીતરાવ્યાં છે, તે બરાબર જુઓ !
વાચકે એક ખ્યાલ રાખે કે આ ચિત્ર પાલીતાણામાં આગમમંદિરમાં બિરાજમાન મૂલનાયક સહિત જિનમૂર્તિની ગાદીમાં અવળાં ત્રણ છત્ર બનાવરાવ્યાં છે તે વિ. સં. ૧૯૮૮માં બનાવેલાં છે. તે પછીનાં ૨૮ વર્ષ બાદ એટલે વિ. સં. ૨૦૧૬માં આ છત્ર મુનિશ્રી અભયસાગરજીએ માથે રહીને ચિત્રકાર પાસે ચીતરાવ્યાં છે, છતાં તેમને પૂજ્યશ્રી આગમોદ્ધારક આચાર્યશ્રીજી એ પોતે આગમમંદિરની પ્રતિમાઓ નીચે છત્રની જે આકૃતિ કરી છે તેનું અનુકરણ કર્યું નથી.
૨. વળી મુનિજીએ અષ્ટમહાપ્રાતિહાર્ય સાથે ભગવાનશ્રી મહા વીરનું એક ચિત્ર પણ ચીતરાવેલું. તેની પણ ફેટકેપી તેઓએ મને આપી હતી, જે ઉપર પ્રગટ કરી છે તેમાં પણ સવળાં જ ત્રણછત્રો ચીતરાવ્યાં હતાં જે ચિત્રમાં સ્પષ્ટ બતાવ્યાં છે.
પાષાણશિ૯૫ ઉપરાંત કાગળની પ્રતિ–પિથીમાં સવળાં
છત્રોનું મળેલું ચિત્ર લગભગ ૧૫-૧૬મી શતાબ્દીમાં એટલે કે ૩૦૦ વર્ષથી વધુ પુરાણ સુવર્ણાક્ષરી બારસા-કલ્પસૂત્રની પ્રતિમાં સવળાં છત્રની ચીતરેલી પ્રતિકૃતિ જુઓ.