________________
તીર્થંકરદેવની કેશમીમાંસા ]
J ૯૧ અરે ! અરે ! ચમરેન્દ્ર તે તેના ઘર તરફ જવાના બદલે આ તે મારા ભગવાન પાસે જઈ રહ્યો છે, અને ભગવાનના ચરણમાં પહોંચતા મારું વજ ચમરેન્દ્ર જોડે તે અથડાશે પણ ચમરેન્દ્ર સાથે મારા ભગવાનને પણ અથડાઈ પડશે તે મારા ભગવાનનું શું? ધ્રાસકે પડ્યો, ચિત્કાર કરી ઊઠયા. હાંફળા ફાંફળા ભયંકર ચિંતામાં મૂકાએલા ઈન્દ્ર આંખ મીંચીને વિદ્યુવેગે દોડ્યા. હે ગૌતમ! પલકારામાં જ દિવ્યગતિ વડે ઈન્દ્ર મારી પાસે દેડી આવ્યા. અમરેન્દ્ર તે વજથી બચવા મારા પગ વચ્ચે ભરાઈ ગયે, વજ મને અથડાવવાની તૈયારીમાં જ હતું ત્યાં જ મારી નજીક આવી પહોંચેલા ઈન્દ્ર વજાને હાથથી પકડવા તીવ્ર વેગથી હાથ ઊંચો કરી જેરથી ત્રાપ મારી, તે વખતે હવામાં દબાણ વધતાં એ હવા જોરથી મારા શરીર સાથે અથડાણ અને એ વખતે ગૌતમ! “મારા વાળના અગ્ર ભાગો થર થર થર
કંપી ઊઠચા !
વાચક! ભલભલાની આંખ ઊઘાડી નાંખે એવી ઉપરની પિતાના જ વાળની વાત ખુદ ભગવાને જ જ્યારે કહી બતાવી તે હવે તર્ક કે દલીલને શું સ્થાન રહે? બે હાથ જોડી નતુ મસ્તકે સહુને સ્વીકાર્યા સિવાય ચાલે તેમ છે ખરું?
- હવે ઉપરની જ વાતને શ્રી ભગવતીજી સૂત્ર-શાસ્ત્રને નિમ્ન પુરા પણ વાંચી લે–
મૂલપા–વિચારું જોવા મુક્ટિવા દે ને