Book Title: Tirthankaroni Prashnatrayi
Author(s): Yashodevsuri
Publisher: Muktikamalmohan Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 246
________________ ૧૮૧ અને પરિકર બનાવેલ છે) તે જ પથ્થરમાં કોતરેલ ત્રણ છત્ર છે તે ત્રણેય એક જ સરખાં છે, નાનાં-મોટાં નથી. આ પ્રતિમાજી પ્રાચીન છે. કમ સે કમ ૧૮૦૦ વરસ જૂનાં હશે. તે ઉપરાંત શ્રી શાંતિનાથ, નેમિનાથ અને ઋષભદેવ ભગવાનની પ્રતિમાઓ છે. તે દરેક ઉપરનાં છત્રો નીચે મોટું અને ઉપર ઉત્તરોત્તર નાનાં એ મુજબ છે. પટના તીર્થ પટણું સીટીમાં દેરાસર છે. તેમાં નીચે મૂલનાયક શ્રી વિશાલનાથ ભગવાન એક ગભારામાં છે અને બીજો ગભારામાં શ્રી આદીશ્વર ભગવાન મૂલનાયક છે. આ બંનેયના ઉપર પણ ગભારાં છે અને તેમાં લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન શ્યામ પથ્થરના પ્રતિમાજી છે. તેમાં આદીશ્વરજી ભગવાનનું પણ છત્ર ઉપર મુજબ જ એટલે નીચેનું મોટું અને ઉપરનાં ક્રમશઃ નાનાં એ મુજબ છે. તે ઉપરાંત આમાં એક પ્રભુજીને એવી રીતે કંડારવામાં આવ્યા છે કે માથાને મુગટ, હાર આદિ આંગી સહિત જ આ પ્રતિમા છે. આવા પ્રતિમાજી આંગી સહિત છત્ર કતરેલાં હોય એવાં મેં તે પહેલી જ વાર જોયાં છે. શ્રી બિહાર સરીફ કાળા પાષાણનાં પ્રતિમાજી છે. તેમાં પણ નીચેનું છત્ર મેટું, ઉપરનાં ક્રમશઃ નાનાં એ મુજબ છે. તેમાં એક ભગવાન પરિકર સાથે છે, પરંતુ મૂળ ભગવાન પદ્માસને, તે ઉપરાંત જમણે ડાબે કાઉસ્સગ્ગીયા એકેક ભગવાન અને અષ્ટપ્રાતિહાય આ બધું એક જ (અખંડ) પથ્થરમાંથી કોતરવામાં આવેલ છે. બીજ એક ભગવાન આંગી સાથે કંડારેલા અને પરિકર, સહિત છે. આ પરિકરમાં એકેય બીજા ભગવાન નથી.

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286