________________
[ ૧૨ ] તે શેની છે તે ચકકસ કરી શકાયું નથી. વચમાં જે આકૃતિ છે તે ફેટામાં કઈ છે તે સમજાઈ નથી. તેની નીચે સાત રહે હોય તેવું લાગે છે. મૂતિને ફેટ સાઈઝમાં પડેલે રહેવાથી તેની ડાબી બાજુમાં આકૃતિઓની અસ્પષ્ટતા રહે છે. આકૃતિઓની અસ્પષ્ટતા હોવાથી તે અંગે લખી શકાય તેમ નથી. દરેક મૂતિઓ પાસે નાની નાની દેરીની જેમ ગેખલા બનાવીને મૂકવામાં આવી છે. મૂર્તિનું જે સ્ટેન્ડ છે તે સ્ટેન્ડની આકૃતિ પણ ખૂબ બુદ્ધિપૂર્વક અને સુંદર બનાવી છે. આખી મૂતિ સરખી રીતે જમીન ઉપર રહી શકે તે પદ્ધતિએ નીચે ચાર સ્ટેન્ડ જેવી આકૃતિ બનાવી છે.
આવા પ્રકારની ધાતુની અન્ય મૂર્તિ એ આપણું સંઘમાં વિદ્યમાન છે. દેશમાં અવનવી નવીનતા ધરાવતી વિશિષ્ટ પ્રકારની મૂતિઓનું આલ્બમ હવે મારાથી તબીયત અને અન્ય કામના સંજોગે જોતાં તૈયાર કરી શકું તેમ નથી પણ અન્ય કઈ શિલ્પીવિદ્વાન જે પરિચય સાથે તૈયાર કરી બહાર પાડે તે ધાતુશિલ્પ ઉપર ઘણે પ્રકાશ પડે. અને આપણું કલા કારીગરેની કુશળતા કેવી હતી તે પણ જાણવાનું મળે અને મન ગૌરવ અનુભવે.
તા. ક. ત્રણ છત્રના ક્રમ માટે આ ચેપડીમાં અસંખ્ય રીતે જે પદ્ધતિનું સમર્થન કરાયું છે એ જ પદ્ધતિએ આ મૂર્તિમાં પણ અતિસ્પષ્ટ રીતે છત્રે બતાવ્યાં છે. છત્ર સપ્રમાણુ સુંદર બનાવ્યાં છે. આ છત્ર ૮૦૦ વર્ષ ઉપર ઢાળેલાં છે. જૈન સાહિત્યમંદિર
-યશોદેવસૂરિ સં. ૨૦૪૯-શ્રાવણ સુદ-૧૦