________________
તીર્થંકરદેવની કેશમીમાંસા ]
[ ૯૫ કર્યું. પછી ઉમા એટલે એક જાતનું જીવડું. જેને રંગ કાળે હોય છે, તેના જેવા અથવા કેલસા જેવા શ્યામ, કાળા ભમરા અથવા નીલવિકાર-જી જેવા–ગળી જ્યારે શ્યામ હોય તે વખતની શ્યામતા અથવા ભ્રમર કે મસી જેવા શ્યામ, આનંદિત ભ્રમરેના સમૂહની છાયા જેવી શ્યામ લાગે તેવા, ટૂંકમાં આ બધી વસ્તુઓ જેવા કાળાડુમ ભગવાનના વાળ હતા. વળી બરછટ હતા કે મુલાયમ હતા? તે કહે છે કે સ્નિગ્ધ હતા.
વાચકે! હવે પછીના ત્રણ વિશેષણને અર્થ બરાબર ધ્યાનપૂર્વક વાંચો શું વાળ થડા હતા, છૂટાછવાયા હતા ? તે કહે ના, વાળ નિરિત એટલે નિબિડ એટલે કે એકદમ ભરચક હતા. પછી અતિ ઉપયોગી મહત્ત્વનું વિશેષણ કુંત્રિત લખ્યું છે. એટલે વાળ ગોળ ગોળ આકાર લેતા હતા. ગોળાકરે એટલે (સાતડાની માફક ) ગૂંચળિયા હતા. એ ગૂંચળિયા કેવી રીતે એમ પ્રશ્ન ઉઠે ત્યારે તેના સમાધાન માટે સૂત્રમાં જ લખ્યું કે દક્ષિrra ઊગ્યા હતા, એટલે કે સ્પ્રીંગની
૧. ગળી અમુક અવસ્થામાં અતિશ્યામ હોય છે. નેલને અર્થ ભાષાંતરકારોએ ગળી કર્યો છે, એથી હું પણ એને જ અનુસર્યો છું.
૨. દરેક ધર્મવાળા પિતાના આરાધ્યદેવની મૂતિ કેવી બનાવવી, તેનું સ્વરૂપ નક્કી કરે છે એમ આપણે ત્યાં જિનમૂર્તિનું મસ્તક કેવું રાખવું? તે માટે સંઘે નક્કી કર્યું કે વાળવાળી જ મૂર્તિઓ બનાવવી પણ વાળ કેવા બનાવવા ? ત્યારે ઉવવાઈ, ભગવતીજીનાં વર્ણન મુજબ સાતડા જેવા ઘુઘરાળુ વાંકડિયા બનાવવા એવું નક્કી થયું હતું. બે હજાર વરસ આસપાસની લગભગ તમામ મૂર્તિઓ એવા જ વાળવાળી મળે છે અને આજે એ પ્રથા લગભગ ચાલુ છે.