________________
૧લી કર્મલતામાંથી નીચેની એક-એક સમયે ક્રમશઃ એક-એક સમયનો અબાધાકાળ ઓછો થતો જાય છે. એટલે નૂતનવર્ષના ૩જા સમયે ૧લી કર્મલતાનો અબાધાકાળ પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ ૪થા સમયથી ૧લી કર્મલતામાંથી નીચેની એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાંથી કર્મદલિક ભોગવાઈને નાશ પામતું જાય છે. એટલે નૂતનવર્ષના ૩૦મા સમયે ચિત્રનં.પમાં બતાવ્યા મુજબ ૧લી કર્મલતામાં છેલ્લા નિષેકનું દલિક બાકી હોય છે. તે જ સમયે (નૂતનવર્ષના ૩૦મા સમયે) ૧લી કર્મલતાના છેલ્લા નિષેકનું દલિક ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે નૂતનવર્ષના ૧લા સમયે બંધાયેલી ૧લી કર્મલતાનો નૂતનવર્ષના ૩૦મા સમયે નાશ થાય છે.
એ જ રીતે, ચિત્રનં.૫ માં બતાવ્યા મુજબ નૂતનવર્ષના ૩૦મા સમયે નૂતનવર્ષના બીજા સમયમાં બંધાયેલી બીજી કર્મલતાના છેલ્લા બે નિષેકમાં જ દલિક બાકી હોય છે. તેમાંથી ૧લા નિષેકનું દલિક ૩૦મા સમયે ભોગવાઈને નાશ પામી જાય છે. અને બીજા નિષેકનું દલિક ૩૧મા સમયે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે ૩૧મા સમયે બીજી કર્મલતાનો નાશ થાય છે. એ રીતે, ત્રીજી-ચોથી વગેરે કર્મલતાઓમાંથી પણ પોત-પોતાનો અબાધાકાળ પૂર્ણ થયા પછી એકએક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું દલિક ભોગવાઈને નાશ પામી રહ્યું છે. જ્યારે ત્રીજી-ચોથી વગેરે કર્મલતાનું બધું જ દલિક નાશ પામી જાય છે. ત્યારે ત્રીજી-ચોથી વગેરે કર્મલતાનો પણ નાશ થાય છે. એટલે અનાદિએકેન્દ્રિય-મને મિ(મો)ની એકસમયબદ્ધકર્મલતા વધુમાં વધુ ૧ સાગરોપમ =૩૦ સમય સુધી જ આત્મા ઉપર રહી શકે છે. તેનાથી વધુ સમય રહી શકતી નથી. એટલે ચિત્રનં.પમાં બતાવ્યા મુજબ હીરો-રૂમને સત્તામાં વધુમાં વધુ ૧ સાગરોપમના સમય જેટલી કર્મલતા = ૩૦ કર્મલતા હોય છે. તેનાથી વધુ કર્મલતા હોતી નથી. (૨) પ્રવાહની અપેક્ષાએ મોહનીયકર્મનો બંધ અનાદિકાળથી ચાલુ છે. પણ વ્યક્તિગત રીતે દરેક કર્મલતાની સત્તા સાદિ-સાંત છે. કારણકે બંધ સમયે જે કર્મની જેટલી સ્થિતિ નક્કી થાય છે. તે કર્મના ભાગમાં આવેલા દલિકોને જીવ તેટલા જ કાળ સુધી ભોગવી શકે એવી રીતે ગોઠવાય છે. એટલે તત્કાલીન કર્મલતા તેટલો કાળ આત્મા પર રહી શકે છે. તેનાથી વધુ કાળ રહી શકતી નથી એટલે દરેક કર્મલતાની સ્થિતિસત્તા સાદિ-સાત છે.
(૨૮)