________________
સત્તાવિધિ
સત્તાનું લક્ષણ અને સંભવસત્તા :सत्ता कम्माण ठिई, बंधाइ लद्ध अत्त लाभाणं । संते अडयालसयं जा उवसमु विजिणु बिअ-तइए ॥ २५ ॥ सत्ता कर्मणां स्थितिः, बंधादिलब्धात्मलाभानाम् । सति अष्टचत्वारिशं शतं यावदुपशमं विजिनं द्वितीयतृतीययोः ॥ २५ ॥
ગાથાર્થ :- બંધાદિવડે પ્રાપ્ત કર્યું છે સ્વસ્વરૂપ જેને એવા કર્મોનું આત્માની સાથે રહેવું, તે સત્તા કહેવાય. સત્તામાં IT ઉપશાંતમોહગુણઠાણા સુધી ૧૪૮ કર્મપ્રકૃતિ હોય છે પણ બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મની સત્તા હોતી નથી. - વિવેચન :- આત્મલાભ = પોતાનું સ્વરૂપ.
જે કર્મોએ બંધાદિથી પોતાનું જ સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય, તે સ્વરૂપે, તે કર્મોનું આત્માની સાથે રહેવું, તે સત્તા કહેવાય.
- દા. ત. જે સમયે જીવ મિથ્યાત્વાદિ હેતુથી કાર્મણસ્કંધોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવે છે, તે જ સમયે તેમાંથી કેટલાક કર્મપુદ્ગલો મિથ્યાત્વમોહનીય તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કેટલાક કર્મપુદ્ગલો દેવગતિ તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કેટલાક કર્મપુદ્ગલો શતાવેદનીય તરીકે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. એ રીતે, બંધથી જે કર્મયુગલોએ પોતાનું જ સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય, તે સ્વરૂપે, તે કર્મોનું આત્માની સાથે રહેવું, તે સત્તા કહેવાય.
બંધાદિમાં “આદિ” શબ્દથી સંક્રમ લેવો. એકનું અન્યમાં રૂપાંતર થવું, તે “સંક્રમ” કહેવાય.
દા.ત. સત્તામાં રહેલા અશાતાના જે કર્મકલિકો બંધાતી શાતામાં પડીને, પોતાના દુઃખદાયક સ્વભાવને છોડીને, સુખદાયક સ્વભાવને પ્રાપ્ત કરે છે. તે અશાતાના કર્મચલિકો શાતારૂપે બને છે. તે વખતે તે કર્મપુદ્ગલોએ સંક્રમથી શાતારૂપે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું કહેવાય. એ જ રીતે, નરકગતિના જે કર્મદલિકો તિર્યંચગતિમાં સંક્રમી જાય છે. તે કર્મદલિકો તિર્યંચગતિ સ્વરૂપે થઈ જાય છે. તે વખતે તે કર્મયુગલોએ સંક્રમથી તિર્યંચગતિરૂપે પોતાનું
( ૧૯૩.
DUUUU