________________
વિષયકષાય પ્રત્યે અરૂચિ, તીવ્રભાવ પાપ ન કરવું, માધ્યશ્યતા, (કદાગ્રહનો અભાવ) વગેરે સદ્ગુણો પ્રગટ થાય છે. ત્યાંથી જ આત્મિકવિકાસયાત્રાનો પ્રારંભ થાય છે. એટલે મંદમિથ્યાત્વ દશામાં વાસ્તવિક મિથ્યાદષ્ટિ ગુણઠાણું
હ્યું છે. પ્રશ્ન : (૬) સમ્યગૃષ્ટિની જેમ મિથ્યાષ્ટિ જીવો પણ અમુક અંશે સદૃષ્ટિવાળા હોવાથી, તેને સમ્યગ્રષ્ટિ કહેવામાં શું વાંધો છે ? જવાબ - મિથ્યાદષ્ટિ જીવો જો મનુષ્યને મનુષ્ય અને પશુને પશુ કહેવા માત્રથી સમ્યગુદૃષ્ટિ બની જતાં હોય, તો જગતમાં કોઈ જીવ મિથ્યાષ્ટિ હોય જ નહીં, પણ એવું બનતું નથી. કારણકે બૃહત્સંગ્રહણીની ટીકામાં કહ્યું છે કે,
पयमकखरं पि इक्कं, पि जो न रोएइ सुत्तनिद्दिटुं । सेसं रोयंतो वि हु, मिच्छद्दिट्ठी जमालिव्व ॥ १६७॥
સર્વજ્ઞભગવંતે કહેલા સર્વવચન ઉપર શ્રદ્ધા હોય પણ તેમાંના એકાદ પદ (વચન) પ્રત્યે પણ અશ્રદ્ધા હોય, તો તે જમાલીની જેમ મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. એટલે જે જીવ અમુક અંશે સદૃષ્ટિક શ્રદ્ધાવાળો હોય અને અમુક અંશે અંધશ્રદ્ધાવાળો હોય, તે સમ્યગૃષ્ટિ કહેવાતો નથી. મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે. પ્રશ્ન : (૭) જે જીવને સર્વજ્ઞભગવંતે કહેલા સર્વવચનો પ્રત્યે શ્રદ્ધા હોય પણ તેમાંના એકાદ વચન પ્રત્યે અશ્રદ્ધા હોય, તે જીવ ન્યાયની દૃષ્ટિએ મિશ્રદૃષ્ટિ કહેવાય ને ? તેને મિથ્યાદૃષ્ટિ કેમ કહો છો ? જવાબ :- જે જીવ સર્વજ્ઞકથિત સર્વવચનો પ્રત્યે શ્રદ્ધાવાળો હોવા છતાં પણ તેમાંના એકાદ વચન પ્રત્યે પણ અશ્રદ્ધાવાળો હોય, તેને સર્વજ્ઞભગવંતમાં સર્વજ્ઞપણાનો વિશ્વાસ ન હોવાથી તે મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે. મિશ્રદૃષ્ટિ કહેવાતો નથી. પ્રશ્ન : (૮) સર્વજીવોની ઉત્પત્તિ સૂક્ષ્મનિગોદથી જ થાય છે ? જવાબ :- કાજળની ડબ્બીમાં ભરેલા કાજળના કણિયાની જેમ સંપૂર્ણ લોકમાં સૂક્ષ્મજીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. તે સર્વે અનાદિકાળથી છે. તેમાંથી કોઈપણ જીવ ક્યારેય નવો ઉત્પન્ન થતો નથી કે કોઈપણ જીવ નાશ પામતો નથી. એટલે સર્વજીવોની ઉત્પત્તિનું સ્થાન નિગોદ નથી પરંતુ સર્વજીવો અનાદિકાળથી નિગોદમાં રહેતા હોવાથી સર્વ જીવોનું “અનાદિકાલીન રહેઠાણ નિગોદ” છે.
૨૨૨)