________________
ઉદય સંભવી શકે છે. તેથી પાંચમે-છ ગુણઠાણે વૈક્રિયદ્ધિકનો ઉદય કેમ નથી કહ્યો ? જવાબ - વૈક્રિયલબ્ધિવાળા કોઈક શ્રાવક કે સાધુમહારાજ ક્યારેક પાંચમેછ ગુણઠાણે વૈક્રિયશરીર બનાવે છે. પરંતુ અહીં લબ્લિનિમિત્તક વૈ૦૨૦ની વિવક્ષા નથી કરી, માત્ર દેવ-નારકીના ભવનિમિત્તક વૈ૦૧૦ની વિવક્ષા કરી છે. તેઓને ૧ થી ૪ ગુણઠાણા હોય છે. પાંચમું-છઠ્ઠ ગુણઠાણું હોતું નથી. એટલે વૈદ્ધિકનો ઉદય પાંચમે-છત્તે ગુણઠાણે નથી કહ્યો. પ્રશ્ન : (૮૬) કોઈ મનુષ્યને મંત્રના પ્રયોગથી તિર્યંચ બનાવી દેવામાં આવે, તો તે વખતે તેને તિર્યંચ-આયુષ્યનો ઉદય હોય ? જવાબ :- કોઈપણ એક જીવને સત્તામાં વધુમાં વધુ બે જ આયુષ્ય હોય છે એટલે જે જીવ મનુષ્યાયુને ભોગવી રહ્યો છે તેને સત્તામાં મનુષ્યાયુ હોય છે. અને કદાચ તિર્યંચાયું બાંધેલું હોય, તો સત્તામાં તિર્યંચાયુ હોય છે પણ બંધાયેલા પરભવાયુમાંથી એક પણ કર્મદલિક ઉદીરણાકરણ કે અપવર્તનાકરણથી નીચે લાવીને, ઉદયાવલિકામાં નાંખીને ભોગવી શકાતું નથી. નવા બંધાયેલા આયુષ્યકર્મનો ઉદય તો જીવ અહીંથી મરીને પરભવમાં જાય છે ત્યારે જ થાય છે. તે પહેલા પરભવાયુના કર્મદલિકો ઉદયમાં આવી શકતા નથી એટલે સત્તામાં કદાચ તિર્યંચાયું હોય, તો પણ તેનો ઉદય થઈ શકતો નથી. તેથી મંત્રાદિના પ્રયોગથી જે મનુષ્ય, તિર્યંચ બન્યો હોય, તે મનુષ્યાયુષ્યને જ ભોગવે છે. અર્થાત્ તેને મનુષ્યાયુનો જ ઉદય હોય છે. તિર્યંચાયુનો ઉદય હોતો નથી.
કોઈપણ મનુષ્યને સત્તામાં ચારેગતિના કર્મદલિકો હોય છે. તેમાંથી મનુષ્યભવમાં માણસ મનુષ્યગતિના કર્મદલિકોને વિપાકોદયથી અને બાકીની ત્રણ ગતિના કર્મદલિકોને પ્રદેશોદયથી ભોગવે છે. પણ તે મનુષ્યને જ્યારે મંત્રાદિના પ્રયોગથી તિર્યંચ બનાવવામાં આવે છે ત્યારે મનુષ્યગતિનો વિપાકોદય અટકીને તિર્યંચગતિનો વિપાકોદય થવાનો સંભવ છે. પ્રશ્ન : (૮૭) પ્રથમ કર્મગ્રન્થમાં “ગરૂડુત્તરવિવિય” પદ દ્વારા કહ્યું છે કે, વૈ૦શ0 અને આઈશબનાવનારા સંયમીને ઉદ્યોતનો ઉદય હોય છે. તો છઠ્ઠા ગુણઠાણે ઉદ્યોતનો ઉદય કેમ નથી કહ્યો ? જવાબ :- પ્રમત્તસંયમી મહાત્માને ભવધારણીય ઔદારિકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. પરંતુ ઉત્તર વૈશવ અને આ૦૨૦માં જ ઉદ્યોતનો ઉદય
૨૬૧