________________
પ્રશ્ન : (૧૪) ગાઢમિથ્યાષ્ટિ અને મંદમિથ્યાદૃષ્ટિનો તફાવત જણાવો. જવાબ :- ગાઢમિથ્યાષ્ટિ
મંદમિથ્યાદૃષ્ટિ ૧. ભવ્યાદિ-૩ પ્રકારના જીવો હોય છે. ૧. માત્ર ભવ્યજીવો જ હોય છે. ૨. ભવાભિનંદી હોય છે. ૨. તીવ્ર રાગ-દ્વેષથી પાપ ન કરે. ૩. સહજભાવમલની બહુલતાને કારણ ૩. સહજભાવમલની મંદતાને કારણે
આત્મિક વિકાસ સાધી શકતો નથી. આત્મિકવિકાસનો પ્રારંભ થાય છે. ૪. મોક્ષના દ્વેષી હોય છે. ૪. મોક્ષાભિલાષી હોય છે. પ. દ્રવ્યથી ધાર્મિક ક્રિયા કરે. ૫. ભાવથી ધાર્મિકક્રિયા કરે. ૬. યથાપ્રવૃત્તકરણ કરે છે. પણ ૬. અપુનબંધકાદિ અવસ્થાને પ્રાપ્ત કરી
અપુનબંધકાદિ અવસ્થાને પ્રાપ્ત શકે છે. કરી શકતો નથી.
પ્રશ્ન : (૧૫) મિથ્યાત્વ કેટલા પ્રકારે છે? જવાબ :- મિથ્યાત્વ આભિગ્રહિકાદિ - ૫ પ્રકારે છે.
| અભિગ્રહ = કદાગ્રહ = પકડ.
(૧) ધર્મશાસ્ત્રની પરીક્ષા કર્યા વિના હું જે ધર્મ કરૂ છું તે જ સાચો છે. બાકીના બધા ધર્મો ખોટા છે. એવું માનવું, તે “આભિગ્રહિકમિથ્યાત્વ” કહેવાય. | (૨) ધર્મશાસ્ત્રની પરીક્ષા કર્યા વિના સર્વ ધર્મ સમાન છે. અથવા બધા ધર્મો સાચા છે. એવું માનવું, તે “અનાભિગ્રહિકમિથ્યાત્વ” કહેવાય. ૧. જેમ સોનાની પરીક્ષા કસોટી (કષ)થી, છેદથી અને તાપથી થાય છે. તેમ ધર્મશાસ્ત્રની પરીક્ષા પણ કષાદિ-૩ રીતે થાય છે. એ ત્રણે પરીક્ષામાં જે ધર્મશાસ્ત્ર શુદ્ધ હોય, તે જ ધર્મશાસ્ત્ર સાચું ગણાય છે. (૧) જેમાં અહિંસાદિ ધર્મનું વિધાન અને હિંસાદિ-પાપનો નિષેધ કરેલો હોય, તે ધર્મશાસ્ત્ર કષશુદ્ધ કહેવાય. (૨) જેમાં વિધિ અને નિષેધને અનુસરતા આચારો કહેલા હોય, તે છેદશુદ્ધ ગણાય. (૩) જેમાં સ્યાદ્વાદષ્ટિથી આત્માદિ પદાર્થો કથંચિત્ નિત્યાનિત્યાદિ જણાવ્યા હોય, તે શાસ્ત્ર તાપપરીક્ષામાં શુદ્ધ ગણાય. દા.ત. મીમાંસાદર્શનમાં હિંસાદિ પ્રવૃત્તિનો નિષેધ કરેલો હોવા છતાં ધર્માનુષ્ઠાનો હિંસાદિપાપકારક જણાવ્યા હોવાથી, તે ધર્મશાસ્ત્ર છેદપરીક્ષામાં અશુદ્ધ ગણાય છે, અને બૌદ્ધદર્શનમાં આત્માદિને એકાન્ત અનિત્ય તથા સાંખ્યદર્શનમાં આત્માને એકાન્ત નિત્ય જણાવેલા હોવાથી, તે ધર્મશાસ્ત્ર તાપપરીક્ષામાં અશુદ્ધ ગણાય છે. જૈનદર્શનમાં આત્માદિ પદાર્થો સ્યાદ્વાદષ્ટિએ નિત્યાનિત્યાદિ હોવાથી કષાદિ-ત્રણે પરીક્ષામાં શુદ્ધ ગણાય છે.
૨૫.