________________
ઈષ્ટ પીણું મળ્યું ત્યારે મઝા આવી, ઈષ્ટ પાત્ર મળ્યું ત્યારે મઝા આવી,
ઈષ્ટ પરિવાર મળ્યો, તો મઝા આવી,
એટલે ખાવાની, પીવાની, માણવાની વગેરે મઝા તે તે વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે જ મળે છે. માટે દરેક મઝા અન્ય વસ્તુની અપેક્ષા રાખતી હોવાથી પરાધીન જ છે.
આ એક એંગલથી સંસારની મઝાની પરાધીનતા વિચારી...
હવે સૂક્ષ્મદ્રષ્ટિથી સંસારની મઝાની પરાધીનતા વિચારીએ તો.. * ભૂખ લાગી પછી ખાવાનું મળ્યું ત્યારે મઝા આવી. * તરસ લાગી પછી સરબત મળ્યો ત્યારે મઝા આવી.
વાસના જાગી... પાત્ર મળ્યું પણ પાત્રનો મૂડ હોય, તો જ મઝા
આવે, જો તે પાત્ર મૂડમાં ન હોય તો મઝા ન આવે. * સુંદર બંગલો મળ્યો, મઝા આવી. પણ મિત્રનો અત્યંત સુંદર બંગલો
જોતા જ પોતાના બંગલા પ્રત્યે અણગમો પેદા થતા બધી મઝા ઉડી
ગઈ.
શરીરથી સુખ ભોગવાય પણ જો શરીર જ સારું ન હોય તો, બધી મઝા ઉડી જાય ને ?
એટલે,
ભૂખ છે માટે ભોજન મળતા ખાવાનું સુખ મળ્યું. * તરસ છે માટે સરબત મળતા પીવાનું સુખ મળ્યું. * વાસના છે માટે પાત્ર મળતા ભોગનું સુખ મળ્યું.
એટલે સુખના તમામ સાધનો પણ સુખની ભૂખના કારણે જ સુખનું સાધન બને છે. કારણ કે, * જો ભૂખ જ નથી તો ખાવાનું સુખ ક્યાંથી હોય ? * જો તરસ જ નથી તો પીવાનું સુખ ક્યાંથી હોય ? * જો વાસના જ નથી તો વાસનાજન્ય સુખ ક્યાંથી હોય ?
એટલે સુખના સાધનની સાથે સાથે તેને ભોગવવાની ભૂખ પણ જોઈએ. માટે સંસારનું સમગ્ર સુખ “સુખના સાધનો” અને “ભોગવવાની ભૂખ” એ બંનેની અપેક્ષા રાખતું હોવાથી પરાધીન જ છે.
૨૬૦