________________
અભિનિવેશ
કદાગ્રહ = પકડ.
(૩) પોતે માનેલો સિદ્ધાંત અસત્ય છે. એમ જાણવા છતાં જમાલીની જેમ અહંકારાદિને કારણે પોતાની અસત્યમાન્યતાને પકડી રાખવી, તે “આભિનિવેશિકમિથ્યાત્વ” કહેવાય.
=
સંશય
શંકા.
(૪) સર્વજ્ઞભગવતોએ કહેલા વચનો સાચા છે કે ખોટા? એવી શંકા કરવી, તે “સાંશયિકમિથ્યાત્વ” કહેવાય. અનાભોગ = અજ્ઞાનતા.
(૫) અજ્ઞાનતાના કારણે દેવાદિ ઉપર “અશ્રદ્ધા (શ્રદ્ધાનો અભાવ) કે વિપરીતશ્રદ્ધા હોવી, તે “અનાભોગિકમિથ્યાત્વ” કહેવાય છે. એકેન્દ્રિયાદિ મિથ્યાદૃષ્ટિજીવો કોઈ પણ ધર્મ (દર્શન)ને પામેલા નથી. તેથી તેઓને દેવાદિ ઉપર શ્રદ્ધા હોતી નથી. એટલે તેને અશ્રદ્ધારૂપ અનાભોગિકમિથ્યાત્વ કહ્યું છે અને કોઈક સાધુ કે શ્રાવકને અજ્ઞાનતાને કારણે સાચી સમજણશક્તિ નહીં હોવાથી, વિપરીત શ્રદ્ધારૂપ અનાભોગિકમિથ્યાત્વ હોય છે. પરંતુ તેઓ કદાગ્રહી ન હોવાથી, કોઈ વ્યક્તિ સત્ય હકીકતને સમજાવે, તો તુરત જ પોતાની ભૂલનો સ્વીકાર કરી લેતા હોવાથી, જલ્દીથી અનાભોગિકમિથ્યાત્વનો નાશ થઈ જાય.
૨ થી ૪ ગુણઠાણા
=
પ્રશ્ન : (૧૬) સાસ્વાદનગુણસ્થાનક ક્યારે અને કેટલીવાર પ્રાપ્ત થાય ? જવાબ :- અનાદિમિથ્યાદૃષ્ટિજીવને ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી ઉપશમસમ્યક્ત્વનો કાળ ઉત્કૃષ્ટથી ૬ આવલિકા અને જઘન્યથી ૧ સમય બાકી રહે, ત્યારે જો અનંતાનુબંધીકષાયનો ઉદય થઈ જાય, તો તે વખતે
૨. સામાન્યરીતે મંદબુદ્ધિવાળાજીવો ધર્મશાસ્ત્રની પરીક્ષા કરવામાં પોતે અસમર્થ હોવાથી એમ કહેતા હોય છે કે, બધા ધર્મો સરખા છે. એટલે અનાભિગ્રહિકમિથ્યાત્વનું મુખ્ય કારણ સાચી સમજણનો અભાવ છે.
૩. અશ્રદ્ધાના અર્થ બે થાય છે. ૧. વિપરીતશ્રદ્ધા ૨. શ્રદ્ધાનો અભાવ.
પ્રથમના ત્રણ મિથ્યાત્વમાં વિપરીતશ્રદ્ધા છે. ચોથા મિથ્યાત્વમાં શ્રદ્ધાનો બીલકુલ અભાવ નથી કે પૂર્ણ શ્રદ્ધા પણ નથી અને પાંચમા મિથ્યાત્વમાં શ્રદ્ધાનો બીલકુલ અભાવ છે.
૨૨૬