Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 241
________________ ઉભી રહે છે. એટલે અવિરતિનિમિત્તક કર્મબંધ ચાલુ રહે છે. એટલે જો કંદમૂળનું ભક્ષણ વગેરે પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા કરી લીધી હોય, તો કસોટીના સમયે પણ મન ઉપર કંટ્રોલ આવી જવાથી તે તે પાપ થવાની શક્યતા રહેતી નથી. તેથી અવિરતિનિમિત્તક કર્મબંધ થતો નથી. એટલે કંદમૂળ ભક્ષણાદિ પાપકાર્યો નહીં કરવાની પ્રતિજ્ઞા અવશ્ય કરવી જોઈએ. : (૪૩) દેશવિરતિ કે સર્વવિરતિ સ્વીકાર કરતી વખતે મને, વાયg, lui કહેવાની શી જરૂર છે ? કારણકે સર્વપાપનું કેન્દ્ર સ્થાન મન છે. એટલે મનથી જ પાપપ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા કરી લે, તો શું વાંધો ? વચનથી અને કાયાથી પ્રતિજ્ઞા કરવાની શી જરૂર છે? જવાબ :- તંદુલીયા મત્સ્યની જેમ માત્ર મનથી થતું પાપ જીવને સાતમી નરકમાં ધકેલી દેતું હોવાથી, સર્વપાપનું કેન્દ્રસ્થાન મન છે એ વાત સાચી છે. પરંતુ જિનશાસનમાં વચનયોગ અને કાયયોગને પણ કર્મબંધના હેતુ કહ્યાં છે. કેમકે જ્યાં સુધી કાયા અને વચન અશુભપ્રવૃત્તિમાંથી અટકીને શુભપ્રવૃત્તિમાં જોડાતું નથી ત્યાં સુધી પ્રાયઃ મન પણ અશુભપ્રવૃત્તિમાંથી અટકીને શુભ પ્રવૃત્તિમાં જોડાતું નથી. એટલે કાયાની શુભપ્રવૃત્તિ વિના પ્રાયઃ મનની શુભ પ્રવૃત્તિ અશક્ય છે. તેથી મનની સાથે કાયા અને વચનને પણ પ્રધાનતા આપવામાં આવી છે. એટલે દેશવિરતિ કે સર્વવિરતિનો સ્વીકાર કરતી વખતે મોri સાથે વાયા અને શ્રાપvi પણ કહ્યું છે. પ્રશ્ન : (૪૪) શાસ્ત્રમાં પ્રાણાતિપાતાદિ ૧૮ પાપ કહ્યાં છે, તે ૧૮ પાપની પ્રતિજ્ઞા કરવાનું ન કહેતાં હિંસાદિ-પાંચની જ પ્રતિજ્ઞા કરવાનું કેમ કહ્યું જવાબ :- હિંસાદિ-૧૮ પાપમાંથી હિંસા, જુઠ, ચોરી, મૈથુનનું સેવન અને પરિગ્રહ એ પાંચ પ્રકારના પાપ શારીરિકાદિ પ્રવૃત્તિરૂપ છે. અને બાકીના ક્રોધાદિ-૧૩ પ્રકારના પાપો માનસિક પરિણામરૂપ છે. તે સાધનાના પ્રારંભકાળમાં સર્વથા દૂર થઈ શકે તેમ નથી વળી, ક્રોધાદિ કષાયની વૃદ્ધિનું કારણ હિંસાદિ પાપપ્રવૃત્તિ છે. એટલે સૌ પ્રથમ હિંસાદિ-પાપપ્રવૃત્તિને અટકાવવી જોઈએ. જેમ રોગનો નાશ કરવો હોય તો દર્દીએ સૌ પ્રથમ રોગની વૃદ્ધિ કરે એવા અપથ્ય ભોજનાદિનો ત્યાગ કરવો જોઈએ. પછી ઔષધ લેવાથી જલ્દીથી ૨૩૦.

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280