________________
મિથ્યાર્દષ્ટિગુણસ્થાનક
સર્વજ્ઞ ભગવંતે જે વસ્તુ જેવા સ્વરૂપે કહી છે તે વસ્તુ તેવા સ્વરૂપે ન માનતા, તેનાથી વિપરીત સ્વરૂપે માનવી, તે મિથ્યાર્દષ્ટિ કહેવાય.
દા.ત. (૧) જેમ ધતુરાનું પાન કરેલા મનુષ્યને ધોળી વસ્તુ પીળી લાગે છે તેમ મિથ્યાત્વમોહનીયના ઉદયવાળા જીવને મોક્ષાદિ ઉપાદેય તત્ત્વો હેય અને સંસારાદિ હેય તત્ત્વો ઉપાદેય લાગે છે. (૨) મિથ્યાત્વના ઉદયવાળો જીવ અઢારદોષથી રહિત અરિહંતાદિ સુદેવને કુદેવ માને છે, કંચન કામિનીના ત્યાગી, પંચમહાવ્રતધારી સુસાધુને કુગુરુ માને છે અને અહિંસાદિ ધર્મને અધર્મ માને છે.
મિથ્યાર્દષ્ટિ જીવને જે ગુણસ્થાનક હોય છે, તે મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અથવા મિથ્યાર્દષ્ટિજીવના જ્ઞાનાદિગુણોના વિકાસને જણાવનારી અવસ્થાને મિથ્યાર્દષ્ટિગુણસ્થાનક કહે છે.
ચિત્રનં.૧૯માં બતાવ્યા મુજબ ચરમાવર્તકાળ અને અચરમાવર્તકાળની અપેક્ષાએ મિથ્યાર્દષ્ટિગુણસ્થાનક બે વિભાગમાં વહેંચાઈ જાય છે. (૧) ગાઢમિથ્યાર્દષ્ટિગુણસ્થાનક (૨) મંદમિથ્યાર્દષ્ટિગુણસ્થાનક. (૧) ગાઢમિથ્યાર્દષ્ટિગુણસ્થાનક ઃ
અનાદિકાળથી "અંજનચૂર્ણથી ભરેલા ડાભડાની જેમ સંપૂર્ણ લોકમાં સૂક્ષ્મનિગોદીયા જીવો ઠાંસીને ભરેલા છે. ક્યારેય કોઈ પણ જીવ નવો ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. તેના અનાદિકાલીન નિવાસસ્થાનને “નિગોદ” કહે છે. તેમાં અનંતાજીવો ભેગા મળીને ચર્મચક્ષુથી ન દેખી શકાય એવું એક સૂક્ષ્મશરીર બનાવે છે. તેથી તે “સૂક્ષ્મનિગોદીયાજીવો” કહેવાય છે. તે જીવો જ્યાંસુધી એકવાર પણ
Web:ણાતન
૩. જે જીવ વધુમાં વધુ એક પુદ્ગલપરાવર્તકાળમાં અવશ્ય મોક્ષમાં જવાનો હોય, તે ચરમાવર્તકાળવર્તી કહેવાય છે અને જે જીવોને એક પુદ્ગલપરાવર્તકાળથી વધુ વખત સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય, તે અચરમાવર્તકાળવર્તી કહેવાય છે.
ગાઢ મિથ્યાવૃષ્ટિ આ
દેશવિરડી પુરાતન
સમ્યકવ ગુણસ્થાનક
નફ
મિથ્યાત્વગુણ સ્વાના
૬૬
૪. જુઓ દ્રવ્યલોકપ્રકાશ (સર્ગ. ૪માં શ્લોક નં.૩૭.)