________________
r
બાંધતો બાંધતો વિશુદ્ધિના વશથી અપ્રમત્તગુણઠાણે ચાલ્યો જાય છે. અને ત્યાં જ દેવાયુના બંધની ક્રિયા સમાપ્ત કરે છે. તે જીવની અપેક્ષાએ અપ્રમત્તગુણઠાણે દેવાયુષ્યનો બંધવિચ્છેદ થાય છે. વળી, જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુ બાંધવાની શરૂઆત કરીને, ત્યાંજ દેવાયુનો બંધ પૂર્ણ કરે છે. તે જીવની અપેક્ષાએ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધવિચ્છેદ થાય છે. એટલે પ્રમત્તગુણઠાણાના અંતે શોકાદિ-૬ કર્મપ્રકૃતિનો અથવા શોકાદિ૬ + દેવાયુ = ૭ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ કહ્યો છે.
અપ્રમત્તગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધઃगुणसट्ठि अप्पमत्ते, सुराउ बंधंतु जइ इहागच्छे । अन्नह अट्ठावन्ना, जं आहारगदुगं बंधे ॥ ८ ॥ एकोनषष्टिरप्रमत्ते सुरायुर्बध्नन् तु यदीहागच्छेत् । अन्यथा अष्टापञ्चाशत् यदाहारकद्विकं बन्धे ॥ ८ ॥
ગાથાર્થ :- જો દેવાયુષ્યનો બંધ કરતો કરતો અહીં આવે, તો અપ્રમત્તગુણઠાણે પ૯ પ્રકૃતિ બંધાય છે. અન્યથા ૫૮ કર્મપ્રકૃતિ બંધાય છે. કારણકે અહીં બધુમાં આહારકદ્ધિક હોય છે.
વિવેચન :- જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધ ચાલુ કરીને, ત્યાં જ દેવાયુનો બંધ પૂર્ણ કરે છે, તે જીવની અપેક્ષાએ પ્રમત્તગુણઠાણાના અંતે દેવાયુ, શોક, અરતિ વગેરે ૭ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થવાથી ૬૩માંથી ૭ પ્રકૃતિ ઓછી કરવાથી પ૬ પ્રકૃતિ રહે, તેમાં આહારકદ્ધિક ઉમેરવાથી અપ્રમત્તગુણઠાણે કુલ ૫૮ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો ના) ગો અં૦ કુલ
| | | | | | ૫ + ૬ + ૧ + ૯ + ૩૧ + ૧ + ૫ = ૫૮ - જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધ ચાલુ કરીને, દેવાયુને બાંધતો બાંધતો અપ્રમત્તગુણઠાણે આવી જાય છે તે જીવની અપેક્ષાએ પ્રમત્તગુણઠાણાના અંતે શોક, અરતિ વગેરે ૬ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થવાથી ૬૩માંથી ૬ પ્રકૃતિ ઓછી કરવાથી પ૭ રહે, તેમાં આહારદ્ધિક ઉમેરવાથી અપ્રમત્તગુણઠાણે કુલ પ૯ કર્મપ્રકૃતિ બંધાય છે.
૧૬૧