________________
હોય છે અને તે પણ અલ્પકાળ જ હોય છે એટલે અહીં તેની વિવક્ષા કરી નથી. અહીં માત્ર તિર્યંચોને ભવધારણીય ઔદારિકશરીરમાં રહેલા ઉદ્યોતના ઉદયની વિવક્ષા કરી છે. તેથી ઉદ્યોતનો ઉદય છઠ્ઠા ગુણઠાણે નથી કહ્યો. પ્રશ્ન : (૮૮) શાસ્ત્રમાં ક્યું છે કે, વિરતિના પ્રભાવે નીચગોત્રનો ઉદય અટકીને ઉચ્ચગોત્રનો ઉદય શરૂ થઈ જાય છે. તો દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય કેવી રીતે ઘટે ?
જવાબ :- નારકી અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે અને મનુષ્યોમાં ચંડાલાદિને નીચગોત્રનો ઉદય હોય છે. પણ જ્યારે તેઓ દેશિવરિત કે સર્વવતિ ગુણઠાણાને પ્રાપ્ત કરે છે. ત્યારે નીચગોત્રનો ઉદય અટકીને ઉચ્ચગોત્રનો ઉદય શરૂ થઈ જાય છે. પરંતુ તિર્યંચોને નીચગોત્રનો ઉદય ભવસ્વભાવે જ ધ્રુવોદયી છે. તેથી જ્યારે તેઓ દેશવિરતિગુણઠાણાને પ્રાપ્ત કરે છે ત્યારે નીચગોત્રનો ઉદય અટકીને ઉચ્ચગોત્રનો ઉદય શરૂ થતો નથી. એટલે દેશવિરતિધર તિર્યંચોની અપેક્ષાએ દેશવિરતિગુણઠાણે નીચગોત્રનો ઉદય કહ્યો છે.
પ્રશ્ન : (૮૯) ૧૭શાસ્ત્રમાં કહ્યું છે કે, ઉપશમશ્રેણીમાં મૃત્યુ થાય, તો તે અવશ્ય અનુત્તરમાં જાય છે અને કર્મસ્તવ ગાથાનં૦૧૮માં ક્યું છે કે, પ્રથમના ત્રણ સંઘયણવાળા જીવો ઉપશમશ્રેણી માંડી શકે છે. તો બીજાત્રીજા સંઘયણવાળા જીવો ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે તો કયાં જાય ? જવાબ :- ઉપશમશ્રેણીમાં રહેલા જીવને પ્રથમના ત્રણ સંઘયણમાંથી કોઈપણ એક સંઘયણનો ઉદય હોય છે. તેમાંથી જે જીવને પ્રથમસંઘયણનો ઉદય હોય છે. તે જીવ ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે તો અવશ્ય અનુત્તરદેવ થાય છે અને જે જીવ બીજા-ત્રીજા સંઘયણના ઉદયવાળો હોય છે, તે ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે, તો વૈમાનિકદેવ થાય છે. એમ સમજવું.
પ્રશ્ન : (૯૦) કંઈ કર્મપ્રકૃતિનો બંધ અને ઉદય એકી સાથે અટકી જાય? જવાબ :- અનંતાનુબંધી-૪, અપ્રત્યાખ્યાનીય-૪, પ્રત્યાખ્યાનીય-૪, સંક્રોધ, સંમાન, સંમાયા, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરુષવેદ, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી, આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ..... એ ૨૬ કર્મપ્રકૃતિનો
૧૭.
बद्धायुरायुक्षयतो म्रियते श्रेणिणो यदि ।
અનુત્તરસુરેલ્વેષ નિયમેન તોદ્ભવેત્ ॥ (દ્રવ્યલોક પ્રકાશ-ત્રીજો સર્ગ)
૨૬૨