________________
અબંધ અને બંધવિચ્છેદ :- જે ગુણઠાણે જે કર્મપ્રકૃતિ ન બંધાય, પણ ત્યારપછીના જે ગુણઠાણે તે પ્રકૃતિ બંધાતી હોય, તેની પૂર્વેના ગુણઠાણામાં તે પ્રકૃતિનો અબંધ કહેવાય છે. અને જે ગુણઠાણાથી, પછીના કોઈપણ ગુણઠાણે તે કર્મપ્રકૃતિ ન બંધાતી હોય, તો તે ગુણઠાણે તે પ્રકૃતિનો બંધવિચ્છેદ કહેવાય. દા.ત. મિથ્યાત્વગુણઠાણે તીર્થંકર નામકર્મ ન બંધાય પરંતુ સમ્યત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ બંધાય છે એટલે મિથ્યાત્વ ગુણઠાણે તીર્થંકરનામકર્મનો અબંધ કહેવાય છે અને મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વમોહનીય બંધાય છે પણ સાસ્વાદનાદિ ગુણઠાણે મિથ્યાત્વમોહનીય બંધાતી નથી એટલે મિથ્યાત્વગુણઠાણે મિ(મોનો બંધવિચ્છેદ કહેવાય છે.
તીર્થંકરનામકર્મના બંધનું કારણ સમ્યકત્વ છે. તે ચોથાગુણઠાણે પ્રાપ્ત થાય છે. તેની પૂર્વના ગુણઠાણે પ્રાપ્ત થતું નથી. એટલે તીર્થંકરનામકર્મ ચોથાદિ ગુણઠાણે બંધાય છે પણ મિથ્યાત્વાદિ ગુણઠાણે બંધાતું નથી.
- આહારકદ્ધિકના બંધનું કારણ અપ્રમત્તસંયમ છે. તે અપ્રમત્તસંયતાદિ ગુણઠાણે પ્રાપ્ત થાય છે. પણ તેની પૂર્વેના ગુણઠાણામાં અપ્રમત્તસંયમભાવ હોતો નથી. તેથી અપ્રમત્તસંયતાદિ ગુણઠાણે આહારકદ્ધિક બંધાય છે. તેની પૂર્વેના મિથ્યાત્વાદિગુણઠાણે આહારકદ્ધિક બંધાતું નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિકનો અબંધ કહ્યો છે.
બીજા - ત્રીજા ગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ :नरयतिग-जाइ-थावर चउ हुंडायव- छिवट्ठ-नपु मिच्छं । सोलंतो इगहियसयं, सासणि तिरि-थीण-दुहगतिगं ॥ ४ ॥ अण-मज्झागिइ-संघयण चउनिउज्जोय कुखगइ-स्थित्ति । પUાવી સંતો મીસે વડસર કુમા૩ ૩૫ વંધા | ૫ | नरकत्रिक-जाति-स्थावरचतुष्कं-हुंडका-तप-छेदपृष्ठनपुंसकमिथ्यात्वम् । षोडशान्त एकाधिकशतं सास्वादने तिर्यक्-स्त्यानर्द्धिदुर्भगत्रिकं ॥ ४ ॥
૨. ગતિ-૪ + જાતિ - ૫ + શરીર - ૪ (આહારકશરીરવિના) + ઉપાંગ - ૨ (આOઅંડવિના.) + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ +વિહા૦૨ + આનુ૦૪ = ૩૭ + પ્રત્યેક - ૭ (જિનનામ વિના) + ત્રસાદિ - ૧૦ + સ્થાવરાદિ - ૧૦ = ૬૪
To E INTO ૧૫૪
"NITY,