________________
ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે મિથ્યાત્વનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
બીજા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદય :सुहुमतिगायवमिच्छं, मिच्छंतं सासणे इगारसयं ।
નિરયાળુપુત્ત્રિપુત્યા, મળ થાવર રૂા વિનંતો ॥ ૧૪ ॥ सूक्ष्मत्रिका-तप-मिथ्यात्वं मिथ्यान्तं सास्वादने एकादशशतम् । નરવ્યાનુપૂર્વ્યનુયાદ્ અનન્ત-સ્થાવરે વિજ્ઞાન્તઃ ॥ ૧૪ || ગાથાર્થ મિથ્યાત્વગુણઠાણે સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વમોહનીયનો ઉદયવિચ્છેદ થાય છે અને સાસ્વાદનગુણસ્થાનકે નરકાનુપૂર્વીનો અનુદય થવાથી સાસ્વાદને ૧૧૧ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે. ત્યાં અનંતાનુબંધીચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિયજાતિ અને વિકલેન્દ્રિયજાતિનો ઉદયવિચ્છેદ થાય છે.
વિવેચન : - મિથ્યાત્વગુણઠાણે સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ અને મિથ્યાત્વમોહનીયનો ઉદયવિચ્છેદ થાય છે. અહીં વિચ્છેદનો અર્થ તંત્ર ભાવ ઉત્તરત્રામાવ કરવો. એટલે કે, જે ગુણઠાણે જે કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ કહ્યો હોય, ત્યાં તે કર્મપ્રકૃતિનો ઉદય હોય, પરંતુ ત્યાર પછીના ગુણસ્થાનકોમાં તે કર્મપ્રકૃતિનો ઉદય ન હોય. દા.ત. મિથ્યાત્વગુણઠાણે મિમોનો ઉદયવિચ્છેદ કહ્યો છે પણ ત્યાં મિથ્યાત્વમોહનીયનો ઉદય હોય છે. ત્યારપછીના સાસ્વાદનાદિગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ઉદય હોતો નથી.
સૂક્ષ્મનામકર્મનો ઉદય સૂક્ષ્મએકેન્દ્રિય જીવોને હોય છે. અપર્યાપ્તા નામકર્મનો ઉદય લબ્ધિ-અપર્યાપ્તા એકેન્દ્રિયાદિ જીવોને હોય છે. અને સાધારણ નામકર્મનો ઉદય સાધારણ વનસ્પતિકાયના જીવોને હોય છે. તેઓ સાસ્વાદનગુણઠાણાને પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે ઉપશમસમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વ તરફ ઝુકી રહેલા સંજ્ઞીપંચેન્દ્રિયપર્યાપ્તાને જ સાસ્વાદનગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. તે જીવ જો સાસ્વાદનગુણઠાણે મરણ પામે, તો લબ્ધિ-પર્યાપ્તા (પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા) બાદરપૃથ્વીકાય, બાદરઅકાય, પ્રત્યેકવનસ્પતિ કે વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે પણ સૂક્ષ્મએકેન્દ્રિયમાં, લબ્ધિઅપર્યાપ્ત-એકેન્દ્રિયાદિમાં કે સાધારણવનસ્પતિમાં ઉત્પન્ન થતો નથી. એટલે સૂક્ષ્મએકેને, લબ્ધિ-અપર્યાપ્તા
૧૦૩