________________
૫ થી ૭ ગુણઠાણા
પ્રશ્ન : (૪૧) મોહનીયમાં કયા કર્મનો ક્ષયોપશમ થવાથી, કયો ગુણ પ્રાપ્ત થાય છે? અને કયા કર્મનો ઉપશમ થવાથી, કયો ગુણ પ્રાપ્ત થાય છે ? જવાબ :- મિથ્યાત્વ અને અનંતાનુબંધીચતુષ્કનો ક્ષયોપશમ થવાથી ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અપ્રત્યાખ્યાનીયચતુષ્કનો ક્ષયોપશમ થવાથી દેશવિરતિ પ્રાપ્ત થાય છે અને પ્રત્યાખ્યાનીયચતુષ્કનો ક્ષયોપશમ થવાથી સર્વવિરતિ પ્રાપ્ત થાય છે.
મિથ્યાત્વનો ઉપશમ થવાથી ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. દર્શનત્રિકનો (મતાંતરે દર્શકસપ્તકનો) ઉપશમ થવાથી શ્રેણિગત ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અને ચારિત્રમોહનીયકર્મનો ઉપશમ થવાથી ઔપશમિકભાવનું યથાખ્યાતચારિત્ર (ઔપશમિકવીતરાગતા) પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૪૧) હિંસાદિ-પાપકાર્યોનું કેન્દ્રસ્થાન મન હોવાથી જીવ મનથી જ સંકલ્પ કરી લે કે, હું હિંસાદિ-પાપો નહીં કરૂં, એટલે તે જીવ તે તે પાપ કરતો અટકી જ જાય છે. તેથી તેને તે પાપની પ્રતિજ્ઞા (પચ્ચક્ખાણ) કરવાની શી જરૂર છે ?
જવાબ :- જિનશાસનમાં “પાપ કરે તો જ કર્મ બંધાય, પાપ ન કરે તો કર્મ ન બંધાય” એવો નિયમ નથી. કારણકે નિગોદીયાજીવો હિંસા કરતા નથી, જુઠ્ઠું બોલતા નથી, ચોરી કરતા નથી, મૈથુન સેવન કરતા નથી, પરિગ્રહ પણ હોતો નથી. તેથી તેઓને અણુવ્રતનું પાલન સહેલાઈથી થઈ જાય છે. તેથી તેઓ ત્યાંથી મરીને દેવલોકમાં જવા જોઈએ પણ એવું બનતું નથી. કારણકે જ્યાં સુધી હિંસાદિ-પાપકાર્ય નહીં કરવાની પ્રતિજ્ઞા (પચ્ચક્ખાણ) કરી નથી ત્યાં સુધી અવિરતિનિમિત્તક કર્મબંધ ચાલુ રહે છે.
જેમ મકાનના બારી-બારણા બંધ ન કરો ત્યાં સુધી તેમાં કચરો આવ્યા કરે છે. બારી-બારણા બંધ કરી દીધા પછી મકાનમાં કચરો આવતો અટકી જાય છે. તેમ કંદમૂળનું ભક્ષણ, મૈથુન સેવન ઈત્યાદિ પાપ કાર્યો નહીં કરવાનો સંકલ્પ કર્યો હોવા છતાં પણ જ્યાં સુધી તે તે પાપકાર્યોનું પચ્ચક્ખાણ ન કરો ત્યાં સુધી કસોટીના સમયે પણ તે તે પાપો થઈ જવાની શક્યતા
૨૩૬