________________
૧૮
પાડ્યા છે. તેમાંથી ૧લા, ભાગમાં (૧ થી ૫ સમય સુધી) ૫૮ પ્રકૃતિ બંધાય છે. રજાથી ૬ઠ્ઠા ભાગ સુધી (૬ થી ૩૦ સમય સુધી) ૫૬ પ્રકૃતિ બંધાય છે અને ૭મા ભાગમાં (૩૧ થી ૩૫ સમય સુધી) ૨૬ પ્રકૃતિ બંધાય છે. એટલે ૫૮ પ્રકૃતિના બંધકાળ કરતાં ૫૬ પ્રકૃતિનો બંધકાળ પાંચગુણો મોટો છે એવો બોધ સહેલાઇથી થઇ જાય છે.
ઉદયવિધિ
પ્રશ્ન : (૮૦) જે કર્મ જે સ્વભાવે બાંધ્યું હોય, તે કર્મ તે સ્વભાવે ઉદયમાં આવે ? જે વ્યક્તિએ દેવગુરુની નિંદા કરતાં કરતાં જીભનો પેરેલીસીસ થાય એવું કર્મ બાંધ્યું હોય, તે વ્યક્તિને કાલાન્તરે પણ જીભનો પેરેલીસીસ
અવશ્ય થાય ?
જવાબ :- કર્મ બાંધતી વખતે જે કર્મનો જે સ્વભાવ નક્કી થયો હોય, તે કર્મ તેવા જ સ્વભાવે ઉદયમાં આવે એવો નિયમ નથી. કારણકે તે કર્મ જ્યાં સુધી ઉદયમાં ન આવે ત્યાં સુધી જીવની શુભાશુભ પ્રવૃત્તિથી તે કર્મના સ્વભાવમાં ફેરફાર થઈ શકે છે. એટલે જીવ પોતાના પુરુષાર્થથી (સંક્રમણકરણથી૧૪) સુખ આપવાના સ્વભાવવાળા કર્મોને દુઃખ આપવાના સ્વભાવવાળા કરી શકે છે. અને દુઃખ આપવાના સ્વભાવવાળા કર્મોને સુખ આપવાના સ્વભાવવાળા કરી શકે છે. એટલે કે, શાતાવેદનીયના કર્મદલિકો અશાતાવેદનીયમાં અને અશાતાવેદનીયના કર્મદલિકો શાતાવેદનીયમાં ફેરવાઈ જાય છે. તેથી જે કર્મ જે સ્વભાવે બાંધ્યું હોય, તે કર્મ તે જ સ્વભાવે ઉદયમાં આવે એવો નિયમ નથી.
જે વ્યક્તિએ દેવગુરુની નિંદા કરતાં કરતાં જીભનો પેરેલીસીસ થઈ શકે એવુ કર્મ બાંધ્યું હોય, તે કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધી જો તે વ્યક્તિ ખૂબ જ પશ્ચાતાપ કરવા પૂર્વક ગુરુની પાસે તે પાપની આલોચના કરી લે, તો જીભનો પેરેલીસીસ કરાવનારૂં કર્મ અન્ય સજાતિયકર્મમાં રૂપાંતર થઈ જવાથી, કાલાન્તરે જીભનો પેરેલીસીસ થતો નથી, પણ જો તે કર્મદલિકો
૧૪. જે વીર્યવિશેષથી એક કર્મનું બીજા સજાતિય કર્મમાં રૂપાંતર થાય છે, તેને સંક્રમણકરણ કહે છે.
૨૫૦