________________
| એ જ રીતે, પંચેન્દ્રિયજાતિ વગેરે ૫૩ પ્રકૃતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક વિપાકોદયથી અને બાકીની અનુદયવાળી કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક સજાતીય ઉદયવતીના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને પ્રદેશોદયથી ભોગવી રહ્યો છે. | એ રીતે, દેવ- દેવભવના છેલ્લા સમય સુધી-૫૪, કયારેક ૫૪+ ભયાદિ-૩માંથી ૧ = ૫૫, ક્યારેક ૫૪+ભયાદિ-૩માંથી-૨ = પ૬, ક્યારેક પ૪+ભયાદિ-૩ = ૨૭, કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક વિપાકોદયથી અને બાકીની અનુદયવતીકર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે.
એ પ્રમાણે, ચિત્રનં.૧૪માં બતાવ્યા મુજબ જીવ જે ભવમાં ઉત્પન્ન થાય છે, તે ભવમાં અધુવોદયી ૯૧ પ્રકૃતિમાંથી જેટલી પ્રકૃતિ ઉદયમાં આવે છે તેટલી પ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકને વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે. અને બાકીની પ્રકૃતિના ઉદયપ્રાપ્તનિષેકને પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. તથા ધ્રુવોદયી ૨૭+૪ આયુષ્ય=૩૧ પ્રકૃતિનું ઉદયસમયનું દલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે. - અહીં ખાસ ધ્યાન રાખવું કે, જે સમયે જે આયુષ્યનો ઉદય શરૂ થાય છે, તે સમયે તે આયુષ્યને અનુરૂપ બીજી જે કર્મપ્રકૃતિનો વિપાકોદય શરૂ થાય છે તેમાં તેના ગ્રુપની સજાતીય સર્વે કર્મપ્રકૃતિઓ સ્તિબુકસંક્રમથી સંક્રમે છે.
જેમ કે, (૧) મનુષ્યભવમાં મનુષ્યગતિમાં દેવાદિ-૩ ગતિ....
- (૨) પંચેન્દ્રિયજાતિમાં એકેન્દ્રિયાદિ-૪ જાતિ.... | (૩) ઔદારિકશરીરમાં વૈક્રિયાદિ ૨ શરીર.....
જે કર્મનો વિપાકોદય હોય, તે કર્મની ઉદીરણા અવશ્ય થાય છે તેથી ઉદય પછી ઉદીરણાવિધિ કહી છે.
ઉદીરણાવિધિ
| વિપાકોદયવતી કર્મપ્રકૃતિની ઉદયાવલિકાની ઉપરના નિષેકમાંથી કર્મદલિકોને પ્રયત્નવિશેષથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખીને, ભોગવવા, તે ઉદીરણા કહેવાય છે.....
(૫૦.