________________
ક્ષયોપશમ થવાથી સર્વવિરતિનો પરિણામ (ભાવ) ઉત્પન્ન થાય છે તે વખતે તેઓ સર્વવિરતિગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.” ત્યારપછી પણ દેશશિવરિત કે સર્વવિરતિના પરિણામને ટકાવી રાખવા માટે વિરતિધર્મની ક્રિયાનું આલંબન ખાસ જરૂરી છે. જો વિરતિધર્મની શુદ્ધક્રિયાનું આલંબન ન હોય, તો વિરતિનો પરિણામ લાંબો ટાઈમ ટકી શકતો નથી એટલે વિરતિનો પરિણામ ટકાવી રાખવા માટે વિરતિધર્મની ક્રિયા અવશ્ય જોઈએ. ક્યારેક વિરતિના પરિણામનો નાશ થવાથી જીવ નીચેના ગુણઠાણે ચાલ્યો જાય છે. તે વખતે અણુવ્રત કે મહાવ્રતરૂપ વિરતિધર્મની ક્રિયાનો નાશ થતો નથી. માત્ર વિરતિના પરિણામનો નાશ થાય છે. એટલે દેશિવરતિગુણઠાણાની નીચેના ગુણઠાણામાં દેશિવરતિધર્મ હોઈ શકે છે પણ દેશિવરતિના પરિણામરૂપ દેશવિરતિગુણઠાણુ હોતું નથી. એ જ રીતે, સર્વવિરતિગુણઠાણાની નીચેના ગુણઠાણામાં સર્વવિરતિ ધર્મ હોઈ શકે છે પણ સર્વવિરતિના પરિણામરૂપ સર્વવિરતિગુણઠાણુ હોતું નથી. એટલે દેશવિરતિધર્મવાળા સર્વજીવોને દેશવિરતિગુણઠાણુ અને સંયમી જીવોને સર્વવિરતિગુણઠાણુ જ હોય એવો નિયમ નથી.
પ્રશ્ન : (૫૧) એક જીવને એકભવમાં અને ભવચક્રમાં દેશિવરતિનો પરિણામ અને સર્વવિરતિનો પરિણામ કેટલીવાર પ્રાપ્ત થાય ? જવાબ :- એક જીવને દેશવિરતિનો પરિણામ એકભવમાં “૨ થી ૯ હજાર વાર” અને ભવચક્રમાં “અસંખ્યવાર” પ્રાપ્ત થાય.
એકજીવને સર્વવિરતિનો પરિણામ એકભવમાં
બસોથી નવસો વાર” અને ભવચક્રમાં ૨ થી ૯ હજાર વાર” પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૫૨) શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યવર્ણન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:// એટલે મોક્ષની પ્રાપ્તિ માટે દરેક જીવે ચારિત્ર લેવું જોઈએ પણ અભવ્યને તો મોક્ષમાં જવાનું જ નથી તો પછી ચારિત્ર લેવાની શી જરૂર ? જવાબ :- (૧) ચક્રવર્તી કે મોટા રાજાઓ શુદ્ધસંયમીની પૂજા કે સન્માન કરતા હોય છે. તે જોઈને, તેવા પ્રકારની પૂજા કે સન્માન મેળવવાની ઈચ્છાથી અભવ્યો ચારિત્ર લે છે. (૨) તીર્થંકરની અષ્ટમહાપ્રાતિહાર્ય-સમવસરણ વગેરે ઋદ્ધિને જોઈને, તે મેળવવા માટે અભવ્યો ચારિત્ર લે છે. (૩) આ
૮. દ્રવ્યલોકપ્રકાશ ત્રીજો સર્ગ.
A
૨૪૧