________________
૧૧૪ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં નપુંસકવેદનો અંત થાય છે. એટલે ચોથા ભાગે સત્તામાં ૧૧૩ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સ્ત્રીવેદનો અંત થાય છે. એટલે પાંચમા ભાગે સત્તામાં ૧૧૨ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં હાસ્યષટ્કનો અંત થાય છે. એટલે છટ્ટાભાગે સત્તામાં ૧૦૬ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં પુરુષવેદનો નય થાય છે. એટલે સાતમા ભાગે સત્તામાં ૧૦૫ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સંક્રોધનો ક્ષય થાય છે. એટલે આઠમા ભાગે સત્તામાં ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સંમાનનો ક્ષય થાય છે. એટલે નવમા ભાગે સત્તામાં ૧૦૩ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં સંમાયાનો ક્ષય થાય છે.
વિવેચન :- ૯મા ગુણઠાણાના અંતર્મુહૂર્તના ૯ ભાગ કરવા. અસકલ્પનાથી.... અનિવૃત્તિગુણઠાણાનું અંતર્મુહૂર્ત
= ૪૫ સમય
માનવામાં આવે તો.....
૪૫ સમયમાંથી પાંચ-પાંચ સમયનો એક-એક ભાગ કરવાથી ૯ ભાગ થશે. પ્રથમભાગે ૧૩૮ની સત્તા :
અનિવૃત્તિગુણઠાણાના પ્રથમભાગ સુધી (પાંચમા સમય સુધી) સત્તામાં જ્ઞાના૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મોહ૦૨૧ + આ૦૧ + ના૦૯૩ + ગો૦૨ + અંત૦૫ = ૧૩૮ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી પહેલા ભાગના અંતે (પાંચમાસમયે) સ્થાવરદ્ધિક, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, આતપ, ઉદ્યોત, થીણદ્વિત્રિક, એકેન્દ્રિયજાતિ, વિકલેન્દ્રિયજાતિ અને સાધારણ.... એ ૧૬ કર્મપ્રકૃતિનો નાશ થાય છે. અહીં નાશનો અર્થ ‘તંત્ર ભાવ ઉત્તરત્રભાવ:'' કરવો. એટલે જે સમયે જે કર્મપ્રકૃતિનો ક્ષય થાય છે તે સમયે તે કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે પણ ત્યારપછીના સમયથી તે કર્મપ્રકૃતિ સત્તામાં હોતી નથી. એમ સમજવું. દા. ત. પહેલા ભાગના છેલ્લા સમય સુધી (પાંચમાસમય સુધી) સ્થાવરાદિ-૧૬ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યારપછીના (છઠ્ઠા) સમયથી સ્થાવરાદિ ૧૬ કર્મપ્રકૃતિ સત્તામાં હોતી નથી. એટલે બીજા ભાગે ૧૨૨ કર્મપ્રકૃતિ સત્તામાં હોય છે.
બીજા ભાગે ૧૨૨ની સત્તા :
અનિવૃત્તિગુણઠાણાના બીજાભાગે (૬થી૧૦ સમય સુધી) સત્તામાં
૧૯૯