________________
પરિણામ હોતા નથી અને ઉપશમશ્રેણિથી પડતાં અનંતગુણહીન વિશુદ્ધ અધ્યવસાયની ધારામાં ઘોલના પરિણામ હોતા નથી એટલે ૮ થી ૧૧ ગુણઠાણે આયુષ્યકર્મ બંધાતું નથી. પ્રશ્ન : (૭૮) કયા ગુણઠાણે જીવ કયું આયુષ્ય બાંધી શકે ? જવાબ :- મિથ્યાષ્ટિગુણઠાણે રહેલા જીવો ચારે ગતિના આયુષ્યને બાંધી શકે છે અને સાસ્વાદનગુણઠાણે રહેલા જીવો નરકાયુ સિવાયના ત્રણ આયુષ્યને બાંધી શકે છે.
અવિરતસમ્યગદૃષ્ટિ ગુણઠાણે રહેલા જીવો નરકાયુ અને તિર્યંચાયુ સિવાયના બે જ આયુષ્ય બાંધી શકે છે. તેમાં સમ્યગુદૃષ્ટિ મનુષ્યો અને સમ્યગૃષ્ટિ તિર્યંચો દેવાયુ જ બાંધે છે. તથા સમ્યગ્દષ્ટિદેવો અને સમ્યગ્દષ્ટિનારકો મનુષ્યાય જ બાંધે છે. દેશવિરતિ ગુણઠાણે રહેલા તિર્યંચમનુષ્યો અને દેવાયુને જ બાંધે છે. અને પ્રમત્ત-અપ્રમત્ત સંયમીઓ પણ દેવાયુ જ બાંધે છે. પ્રશ્ન : (૨૦) આઠમાગુણઠાણાના પહેલા ભાગે પ૮ કર્મપ્રકૃતિ બંધાય છે. બીજાથી છઠ્ઠાભાગ સુધી પ૬ કર્મપ્રકૃતિ બંધાય છે અને સાતમા ભાગે ૨૬ કર્મપ્રકૃતિ બંધાય છે. એટલે આઠમાગુણસ્થાનકના ત્રણ જ ભાગ પાડવા જોઈએ ને ? સાત ભાગ પાડવાની શી જરૂર છે ? જવાબ :- આઠમાગુણઠાણે પ૮ અને ૨૬ કર્મપ્રકૃતિ જેટલા કાળ સુધી બંધાય છે, તેના કરતાં પ૬ કર્મપ્રકૃતિ પાંચગુણા અધિક કાળ સુધી બંધાય છે. એટલે ૫૮ પ્રકૃતિના બંધકાળ કરતાં પ૬ પ્રકૃતિનો બંધકાળ પાંચગુણો મોટો છે એ સમજાવવા માટે ૭ ભાગ પાડવા પડે છે.
અસત્કલ્પનાથી..... અપૂર્વકરણગુણઠાણાનું અંતર્મુહૂર્ત=૩૫ સમય સમજવા.
જો આઠમા ગુણઠાણાના ત્રણ જ ભાગ પાડવામાં આવે, તો ૧ થી ૧૨ સમય સુધી ૫૮ કર્મપ્રકૃતિ બંધાય, ૧૩ થી ૨૪ સમય સુધી પ૬ કર્મપ્રકૃતિ બંધાય અને ૨૫ થી ૩૫ સમય સુધી ૨૬ કર્મપ્રકૃતિ બંધાય એવો બોધ થઈ જાય છે. પણ ૫૮ કર્મપ્રકૃતિના બંધકાળ કરતા પ૬ કર્મપ્રકૃતિનો બંધકાળ પાંચગુણો મોટો છે એવો બોધ થતો નથી. એટલે પ૬ કર્મપ્રકૃતિનો બંધકાળ પાંચગુણો મોટો છે એ બતાવવા માટે આઠમા ગુણસ્થાનકના સાતભાગ
૨૫૬)