________________
સમ્યકત્વની શુદ્ધિ અને મિથ્યાત્વની મલીનતાનો મિશ્રભાવે અનુભવ થાય છે. તેથી તે સમ્યગૃમિથ્યાદૃષ્ટિ અર્થાત્ મિશ્રદૃષ્ટિ કહેવાય છે. તેઓનું જે ગુણસ્થાનક છે, તે મિશ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. - મિશ્રદૃષ્ટિજીવને “નાલિકેર દ્વીપના મનુષ્યની જે મ” સર્વજ્ઞભગવંતોના વચનો પર રાગ કે દ્વેષ હોતો નથી. કારણ કે જે જીવ મિથ્યાત્વગુણસ્થાનકેથી મિશ્રગુણસ્થાનકે આવે છે તેને મિથ્યાભાવનો ત્યાગ કરેલો હોવાથી, સર્વજ્ઞ ભગવંતના વચન પર જે અરૂચિ (દ્વષ) હતી તે દૂર થઈ ગઈ છે અને સમ્યકત્વના અભાવે રૂચિ (રાગ) તો હતી જ નહીં. એટલે મિશ્રદષ્ટિ જીવને સર્વજ્ઞભગવંતના વચન પર રાગ કે દ્વેષ હોતો નથી. તથા જે જીવ સમ્યકત્વગુણસ્થાનકેથી મિશ્રગુણસ્થાનકે આવે છે તે સમ્યકત્વભાવને છોડીને આવતો હોવાથી સર્વજ્ઞ ભગવંતના વચનો પર જે રૂચિ હતી તે દૂર થઈ ગઈ છે અને મિથ્યાત્વના અભાવે અરૂચિ તો હતી જ નહીં. એટલે મિશ્રદષ્ટિને સર્વજ્ઞ ભગવંતોના વચન ઉપર રૂચિ કે અરૂચિ હોતી નથી. મિશ્રભાવ જીવને માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી જ રહી શકે છે. એટલે મિશ્રદષ્ટિગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત છે. ત્યાં જીવ અંતર્મુહૂર્ત રહીને, પછી જો તે અશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય, તો મિથ્યાત્વગુણસ્થાનકે આવી જાય છે અને વિશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય, તો અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનકે ચાલ્યો જાય છે.
અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક
સંસારી જીવોમાંથી જે જીવો (૧) વ્રતોનું સ્વરૂપ જાણતા હોય, (૨) આત્મસાક્ષીએ અને દેવ-ગુરૂની સાક્ષીએ વિધિપૂર્વક વ્રતોનો સ્વીકાર કરેલો હોય અને (૩) વ્રતોને પાળતા હોય, તે “વિરત” કહેવાય છે. અને
બાકીના સર્વે અવિરત કહેવાય છે. - વ્રતોનું સ્વરૂપ જાણવું, તે જ્ઞાન કહેવાય. દેવ-ગુરૂની સાક્ષીએ વિધિપૂર્વક વ્રતોનું પચ્ચખાણ કરવું, તે ગ્રહણ કહેવાય. અને વ્રતોને પાળવા, તે પાલન કહેવાય.
અહીં જ્ઞાન-ગ્રહણ-પાલન... એ ત્રણ પદના ૮ ભાંગા થાય છે.
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણી
દેશ
સભ્યત્વગુણસ્થાનકે
અવિરતિસાષ્ટિ
મિશ્રગુણસ્થાનક
સારવાદનગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
(૯૮)