________________
શાશ્વત સુખ,
અખંડિત સુખ પણ હોવું જ જોઈએ. જો પરાધીન સુખવાળી દુનિયા છે તો તેનાથી વિપરીત સ્વાધીન સુખવાળી દુનિયા પણ હોવી જોઈએ. એ સ્વાધીન સુખવાળી જે દુનિયા છે. તેને જ અમે “મોક્ષ” કહીએ છીએ.
બીજી રીતે વિચારીએ તો,
જેની તરતમતા જણાય, તેની પરાકાષ્ઠા અવશ્ય હોય. જેમ બીજ, ત્રીજ, ચોથ વગેરે દિવસોમાં ચંદ્રના પ્રકાશની તરતમતા જણાય છે. એટલે પૂનમના દિવસે તે પ્રકાશ અવશ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે. તેમ સંયમી મહાત્માઓ જેમ જેમ સ્વભાવદશા તરફ ઝૂકતા જાય છે તેમ તેમ વધુને વધુ આત્મિક સુખને અનુભવે છે. એટલે સંયમી મહાત્માના જીવનમાં આત્મિક સુખની તરતમતા જણાય છે. માટે એ આત્મિક સુખની જે પરાકાષ્ઠા છે ' એ જ “મોક્ષ” છે.
એવા મોક્ષમાં અવ્યાબાધ સુખ છે.
અક્ષયસુખ છે. અનંતસુખ છે.
.
N.
-- પ્રશ્નોતરી સમાપ્ત --
૨૬૯)