________________
| એક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. અનિવૃત્તિગુણઠાણાના સંખ્યાતાભાગ ગયા પછી છેલ્લા એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે નપુંસકવેદોદયે શ્રેણી માંડનારને નપુંસકવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે નપુંસકવેદની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારને સ્ત્રીવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી હોય ત્યારે સ્ત્રીવેદની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે અને પુરુષવેદોદયે શ્રેણી માંડનારને પુરુષવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. ( ૪ થી ૭ ગુણઠાણામાં ક્ષાયિકસમ્યત્વ પ્રાપ્ત કરતી વખતે સંડમોચની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સ0મો ની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. ૧૦માં ગુણઠાણાની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સંOલોભની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે અને ૧૨મા ગુણઠાણાની છેલ્લી એક આવલિકા બાકી હોય ત્યારે જ્ઞાના૦૫, દર્શના૦૬ અને અંતરાય-૫ એ કુલ ૧૬ કર્મપ્રકૃતિની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. કારણકે ઉદયાવલિકાની ઉપર કર્મદલિક ન હોવાથી ઉદીરણા થતી નથી.
૧૪માં ગુણઠાણે મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તીર્થંકરનામકર્મ, ત્રસ, બાદર, પર્યાપ્તા, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને ઉચ્ચગોત્ર..... એ ૧૦ કર્મપ્રકૃતિની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. કારણકે અયોગગુણઠાણે યોગનો અભાવ હોવાથી ઉદીરણા થતી નથી. તેથી ત્યાં ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. પ્રશ્ન : (૯૪) ઉદય અને ઉદીરણાનો તફાવત લખો જવાબ : ઉદય
- ઉદીરણા ૧. કર્મના ફળનો અનુભવ કરવો, તે ૧. લાંબાકાળે ઉદયમાં આવી શકે ઉદય.
એવા કર્મદલિકોને પ્રયત્નથી ઉદયાવલિકામાં નાંખીને વહેલા
ભોગવવા તે ઉદીરણા. ૨. ઉદય (વિપાકોદય) નું કારણ દ્રવ્ય ૨. ઉદીરણાનું કારણ દ્રવ્યાદિ હતુ અને
ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ છે. જીવનો વીર્યવ્યાપાર છે.
T
I
(૨૬)