________________
ધારો કે, ચિત્રનં.૧૯માં બતાવ્યા મુજબ કોઈક એક મહાત્મા મોક્ષમાં જાય છે, ત્યારે અવ્યવહારરાશિમાં રહેલો ૬ નામનો ભવ્ય સૂક્ષ્મનિગોદીયો જીવ પૃથ્વીકાયમાં ૬ નામના હીરા રૂપે ઉત્પન્ન થાય છે, તે વખતે અ નામનો જીવ વ્યવહારરાશિમાં આવે છે. ત્યારપછી અચરમાવર્તકાળમાં રહેલો હીરો-ત્ર તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થઈને ચારેગતિમાં ભટકે છે. તે વખતે ૩૬ નામનો જીવ ગાઢમિથ્યાદૃષ્ટિ છે. કાલાન્તરે ઍ નામનો જીવ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. જ્યારે ગાઢમિથ્યાર્દષ્ટિ માણસ-જ્ઞ અચરમાવર્તકાળમાંથી ચરમાવર્તકાળમાં આવે છે ત્યારે સહજભાવમલ અલ્પ થતાંની સાથે જ મંદમિથ્યાર્દષ્ટિ બની જાય છે. ત્યારપછી તે અપુનર્બંધક (મોક્ષાભિમુખી) થાય છે.
મંદમિથ્યાર્દષ્ટિજીવોને નદી ઘોળ ગોળ પાષાણન્યાયે એટલે જેમ નદીના પ્રવાહમાં તણાઈ રહેલો પત્થર પોતાની મેળે જ લીસો બની જાય છે. તેમ સાહિજક રીતે જ આયુષ્ય સિવાયની સાતેકર્મની દીર્ઘસ્થિતિસત્તા કપાઈને અંતઃકોડાકોડી સાગરોપમ થઈ જાય એવો જે ૭ અચરમાવર્તકાળવર્તી જીવ માખીનો પગ પણ ન નંદવાય એવી રીતે મહાવ્રતોનું પાલન કરે છે. પણ તેઓ મોક્ષપ્રાપ્તિના આશયથી મહાવ્રતોનું પાલન કરતા નથી. માત્ર આલોક અને પરલોકમાં ભૌતિકસુખની પ્રાપ્તિ થાય, એ હેતુથી નિરતિચાર ચારિત્રને પાળે છે. તેથી તે જીવનો આત્મિકવિકાસ થતો નથી.
૮ સૈદ્ધાન્તિકમતે :
ચરમાવર્તકાળવર્તી મિથ્યાદષ્ટિજીવ અનેકવાર ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. પણ ક્યારેક એ જીવને મિથ્યાભાવમાં એવી મંદતા આવી જાય છે કે, હવે તે કેવળી ભગવંતની દૃષ્ટિએ સમગ્રસંસારમાં ફક્ત બેવાર જ મોહનીયકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવાને લાયક હોય, ત્યારે તે “દ્વિબંધક” કહેવાય છે. અને જ્યારે તે જીવ કેવળી ભગવંતની દૃષ્ટિએ સમગ્ર સંસારમાં ફક્ત એકજ વાર ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરવાને લાયક હોય, ત્યારે તે “સમૃદ્અંધક” કહેવાય છે. અને તે જીવ એકવાર મોહનીયનો ઉ૦ સ્થિતિબંધ કરી લે, પછી ચિત્ર નં. ૧૯માં બતાવ્યા મુજબ તે જીવ સમગ્ર સંસારકાળમાં ક્યારેય મોહનીયકર્મનો ૩૦ સ્થિતિબંધ કરવાનો ન હોવાથી “અપુનબંધક” કહેવાય છે તે મોક્ષાભિમુખી હોય છે. પછી તે માર્ગાનુસારી બને છે.
એમના ગુણસ્થાનન
પ્રાગુણસ્થાનક
મંદમિથ્યાદૃષ્ટિ-૪
દેશવિરત સ્થાનક
eroids
eas
મિથ્યાપણસ્થાનક
७०