________________
કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ છે. (૫) દેશવિરતિગુણઠાણાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ છે. (૬) પ્રમત્તગુણઠાણાનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. (૭) અપ્રમત્તગુણઠાણાનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. પ્રમત્ત-અપ્રમત્ત બન્ને ગુણઠાણાને ભેગા ગણીએ, તો તેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. ' ઉપશમશ્રેણિમાં ૮મા, ૯મા, ૧૦મા, ૧૧મા ગુણઠાણાનો કાળ જ0 થી ૧ સમય અને ઉ0થી અંતર્મુહૂર્ત છે. ક્ષપકશ્રેણીમાં ૮, ૯, ૧૦ અને ૧૨મા ગુણઠાણાનો કાળ જ0 થી અને ઉ0થી અંતર્મુહૂર્ત છે. ૧૩મા સયોગી કેવળીગુણઠાણાનો કાળ જ૦ થી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે. ૧૪મા અયોગીગુણસ્થાનકનો કાળ જ0 થી અને ઉ૦ થી ૩૫, ૩, ૩, ત્રટ અને 7 એ પાંચ હૃસ્વાક્ષરના ઉચ્ચારણ જેટલો છે. પ્રશ્નઃ (૭૧) એક જીવને ભવચક્રમાં કયું ગુણઠાણુ કેટલીવાર પ્રાપ્ત થાય? જવાબ :- એક જીવને ભવચક્રમાં મિથ્યાત્વગુણઠાણુ “અસંખ્યવાર” પ્રાપ્ત થાય છે. સાસ્વાદનગુણઠાણુ “પાંચ વાર” પ્રાપ્ત થાય છે. મિશ્રદષ્ટિઅવિરતસમ્યગુદૃષ્ટિ અને દેશવિરતિ એ ત્રણ ગુણઠાણા “અસંખ્યવાર” પ્રાપ્ત થાય છે. પ્રમત્ત અને અપ્રમત્તગુણઠાણા સહસ્ત્રપૃથત્વ = ૨ હજારથી ૯ હજારવાર પ્રાપ્ત થાય છે. અપૂવકરણ, અનિવૃત્તિ અને સૂક્ષ્મસંપરાય એ ત્રણ ગુણઠાણા ઉપશમશ્રેણિમાં ચઢતા ૪ વાર, ઉપશમશ્રેણિથી પડતાં ૪ વાર અને ક્ષપકશ્રેણિમાં ૧ વાર એમ કુલ “૯ વાર” પ્રાપ્ત થાય છે. ઉપશાંતમોહગુણઠાણ “૪ વાર” પ્રાપ્ત થાય છે. ક્ષીણમોહ-યોગી-અયોગી એ ત્રણ ગુણઠાણા “એક જ વાર” પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૭૨) કયું ગુણઠાણું કયા કયા જીવો પ્રાપ્ત કરી શકે છે ? જવાબ :- (૧) મિથ્યાદષ્ટિગુણઠાણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના “સર્વજીવોને” હોય છે. (૨) સાસ્વાદન૧૦ (૩) મિશ્રદૃષ્ટિ અને (૪) અવિરતિ૧૦. કોઈ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તો જીવ સાસ્વાદન ગુણઠાણ પ્રાપ્ત કર્યા પછી મરણ પામે, તો તે સાસ્વાદન ગુણઠાણા સહિત બાદર પૃથ્વીકાય, બાદર અપૂકાય, પ્રત્યેકવન), વિકસેન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકતો હોવાથી, બા) પૃથ્વીકાયાદિ જીવોને શરીર પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજું ગુણઠાણ હોય છે. પણ તેઓ બાદર પૃથ્વીકાયાદિ અવસ્થામાં સાસ્વાદનગુણઠાણ પ્રાપ્ત કરી શકતા નથી.
૨૫૧