________________
અસત્કલ્પનાથી...... શાતા-અશાતાની અંતઃકોકો સાવ = ૨૪૦ સમય
| માનવામાં આવે તો.... ચિત્રનં.૧૦માં બતાવ્યા મુજબ શાતાની અંતઃકો૦કો સાવ = ૨૪૦ સમયની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્તપ્રથમનિષેકનું કર્મકલિક ૩૫ નામના માણસને સુખનો અનુભવ કરાવી રહ્યું છે. તે સમયે તેને શાતાનો વિપાકોદય હોય છે. અને તે જ સમયે અનુદયવાળી અશાતાની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્તપ્રથમનિષકનું સંપૂર્ણ કર્મદલિક ઉદયવતી શાતાના ઉદય સમયમાં સિબુકસંક્રમથી સંક્રમીને પરરૂપે = શાતારૂપે (સુખનો) અનુભવ કરાવી રહ્યું છે. તેથી તે સમયે તેને અશાતાનો પ્રદેશોદય હોય છે. | એ જ રીતે, માણસ-બીજા-ત્રીજા વગેરે જેટલા સમય સુધી સુખને ભોગવે છે. તેટલા સમય સુધી શાતાની નિષેકરચનામાંથી નીચેથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મદલિક સુખનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે અને તે જ સમયે અનુદયવતી અશાતાની નિષેકરચનામાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું દલિક ઉદયવતી શાતાના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમીને પરરૂપે = શાતારૂપે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે જેટલા સમય સુધી
સુખને અનુભવે છે તેટલા સમય સુધી તેને શાતાનો વિપાકોદય અને અશાતાનો પ્રદેશોદય ચાલુ રહે છે.
અસત્કલ્પનાથી....
માણસ- ૧૦ સમય સુધી સુખને ભોગવીને ૧૧મા સમયે દુ:ખને અનુભવી રહ્યો છે. તે વખતે ચિત્રનં.૧૧માં બતાવ્યા મુજબ માણસ-૩મને અશાતાની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્ત૧૧મા નિષેકનું કર્મદલિક દુ:ખનો અનુભવ કરાવી રહ્યું છે. તે વખતે તેને અશાતાનો વિપાકોદય (૫) શાતા-અશાતાની નિષેકરચનામાં અંતઃકો૦કોસા) = ૨૪૦ નિષેક છે. તેમાં જે પ્રથમ નિષેક છે તે ઉદયપ્રાપ્તનિષેક કહેવાય છે. તે પ્રથમ સમયે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે બીજા સમયે જે બીજા નિષેકનું કર્મકલિક છે, તે ઉદયપ્રાપ્ત નિષેક કહેવાય. તે નિષેકનું કર્મદલિક બીજા સમયે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે ત્રીજા સમયે જે ત્રીજા નિષેકનું કર્મદલિક છે, તે ઉદયપ્રાપ્તનિષેક કહેવાય......
(૪૦