________________
હોય છે અને તે જ સમયે અનુદયવાળી શાતાની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્ત ૧૧મા નિષેકનું સંપૂર્ણ કર્મદલિક ઉદયવતી અશાતાના ઉદય સમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમીને પરરૂપે = અશાતારૂપે દુઃખનો અનુભવ કરાવી રહ્યું છે. તેથી તે સમયે તેને શાતાનો પ્રદેશોદય હોય છે.
એ જ રીતે માણસ-૬ ૧૨મા-૧૩મા વગેરે જેટલા સમય સુધી દુ:ખને ભોગવે છે. તેટલા સમય સુધી અશાતાની નિષેકરચનામાંથી નીચેથી ક્રમશઃ એક-એક સમયે એક-એક નિષેકનું કર્મદલિક દુઃખનો અનુભવ કરાવીને નાશ પામી જાય છે અને અનુદયવાળી શાતાની નિષેકરચનામાંથી નીચેથી ક્રમશઃ એક-એક સમયે એક-એક નિષેકનું કર્મદલિક ઉદયવતી અશાતાના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમીને પરરૂપે = અશાતારૂપે ભોગવાઈને નાશ પામી જાય છે. એટલે ૧૧મા સમયથી માંડીને જેટલા સમય સુધી માણસ-TM દુઃખને ભોગવે છે તેટલા સમય સુધી અશાતાનો વિપાકોદય અને શાતાનો પ્રદેશોદય ચાલુ રહે છે. એ રીતે, પેજ નં. ૪૪માં (કોઠામાં) બતાવ્યા મુજબ ઉદયમાં ૮૭ પ્રકૃતિ પરસ્પરવિરોધી છે. ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિમાંથી જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાય-૫, મિથ્યાત્વ, નિર્માણ, અગુરૂલઘુ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, તૈજસ શરીર, કાર્મણશરીર અને વર્ણાદિ-૪.... એ ૨૭ પ્રકૃતિ ધ્રુવોદયી છે. બાકીની ૯૫ પ્રકૃતિ અશ્રુવોદયી છે. તેમાંથી ભય-જુગુપ્સા, આતપઉદ્યોત, પરાઘાત, ઉપઘાત, શ્વાસોચ્છવાસ અને જિનનામ એ ૮ પ્રકૃતિ સિવાયની બાકીની નિદ્રાપંચકાદિ ૮૭ પ્રકૃતિ ઉદયમાં પરસ્પર વિરોધી છે. જે પ્રકૃતિનો વિપાકોદય દરેક જીવને અનાદિકાળથી માંડીને પોત-પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી સતત હોય છે તે “ધ્રુવોદયી’ કહેવાય... જ્ઞાનાવગેરે ૨૭ પ્રકૃતિનો વિપાકોદય અનાદિકાળથી માંડીને પોત-પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી સતત હોય છે તેથી તે “ધ્રુવોદયી’” છે.
÷
* જે પ્રકૃતિનો વિપાકોદય પોત-પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી ક્યારેક હોય અને ક્યારેક ન હોય, તે “અધ્રુવોદયી” કહેવાય છે. જેમ કે, શાતાનો વિપાકોદય ૧૪મા ગુણઠાણા સુધી ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતો તેથી શાતા અધ્રુવોદયી કહેવાય.....
૪૨