________________
સંજ્ઞીપર્યાપ્તા જીવો” પ્રાપ્ત કરી શકે છે. તથા દર્શનસપ્તકનો ક્ષય કરવાની ક્રિયાનો પ્રારંભ ઓછામાં ઓછી સાધિક આઠવર્ષની ઉંમરવાળો, પ્રથમસંઘયણી ક્ષયોપશમસમ્યગૃષ્ટિ મનુષ્ય જ કરી શકે છે અને દર્શનસપ્તકનો સંપૂર્ણ ક્ષય કરીને, ક્ષાયિકસભ્યત્વની પ્રાપ્તિ ચારેગતિના સંજ્ઞી જીવો કરી શકે છે.
જે મનુષ્ય યુગલિકતિર્યંચ, યુગલિકમનુષ્ય, દેવ કે નરકનું આયુષ્ય બાંધેલું હોય, તે મનુષ્ય દર્શનસપ્તકનો ક્ષય કરવાની શરૂઆત કરે છે ત્યારે સૌ પ્રથમ અનંતા૦૪નો સંપૂર્ણ ક્ષય કરે છે. ત્યારપછી મિથ્યાત્વનો ક્ષય કરે છે. ત્યારબાદ મિશ્રમોહનીયનો ક્ષય કરે છે. ત્યારપછી સમ્યકત્વમોહનીયનો ક્ષય કરતાં કરતાં છેલ્લી અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિ બાકી રહે, ત્યારે તે જીવનું જો આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો તે મૃત્યુ પામીને ચારગતિમાંથી કોઈપણ ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે, ત્યાં સવમોચનો સંપૂર્ણ ક્ષય થાય, ત્યારે ક્ષાયિકસમ્યત્વ પ્રાપ્ત થાય છે. એટલે ચારેગતિના સંજ્ઞીજીવો ક્ષાયિકસમ્યત્વ પ્રાપ્ત કરી શકે છે. અને દર્શનસપ્તકનો સંપૂર્ણ ક્ષય થઈ જાય ત્યાંસુધી જો આયુષ્ય પૂર્ણ ન થાય, તો તે જીવ તે જ ભવમાં ક્ષાયિકસમ્યત્વને પ્રાપ્ત કરે છે. પ્રશ્ન : (૩૭) કયા ગુણઠાણે, કઈ ગતિમાં, કેટલા સમ્યકત્વ હોય ? જવાબ :- ચોથા ગુણઠાણે ચારેગતિમાં સંજ્ઞીપર્યાપ્તાને ક્ષાયિકાદિ-૩ સભ્યત્વ હોય છે. પાંચમા ગુણઠાણે મનુષ્યગતિમાં ક્ષાયિકાદિ-૩ સ ત્વ હોય છે. અને તિર્યંચગતિમાં ક્ષાયિક વિના ક્ષયોપશમસમ્યત્વ અને ઉપશમસમ્યકત્વ હોય છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણે મનુષ્યગતિમાં “ક્ષાયિકાદિ-૩ સભ્યત્વ” હોય છે. ૮ થી ૧૧ ગુણઠાણા સુધી મનુષ્યગતિમાં ક્ષાયિકસભ્યત્વ અને ઉપશમસમ્યકત્વ હોય છે. ૧૨ થી ૧૪ ગુણઠાણા સુધી મનુષ્યગતિમાં માત્ર ક્ષાયિકસમ્યકત્વ હોય છે. પ્રશ્ન : (૩૮) ક્ષાયિકસમ્યગૃષ્ટિ જીવ વધુમાં વધુ કેટલા ભવ કરી શકે?
૬. દેશવિરતિગુણઠાણું માત્ર સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (અયુગલિક) તિર્યંચ અને મનુષ્યને હોય છે. યુગલિકતિર્યંચ અને યુગલિકમનુષ્યને ૧ થી ૪ ગુણઠાણા જ હોય છે. એટલે જે મનુષ્ય યુગલિકતિપંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય, તે મનુષ્ય મૃત્યુ પામીને યુગલિકતિર્યંચમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેને ૪થું જ ગુણઠાણું હોય છે, પાંચમું ગુણઠાણું પ્રાપ્ત થતું નથી અને કોઈપણ દેશવિરતિતિર્યચક્ષાયિકસભ્યત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી પાંચમા ગુણઠાણે તિર્યંચગતિમાં ક્ષાયિક વિના ઉપશમ અને ક્ષયોપશમ એ બે સમ્યકત્વ હોય છે.
(૨૩૪
PET
S TRA" TOT.