Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 259
________________ છે. તેમાંથી કષાયનામનાબંધહેતુથી જ તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિક બંધાય છે. પણ કષાય ૨ પ્રકારે છે. (૧) અપ્રશસ્તકષાય અને (૨) પ્રશસ્તકષાય. (૧) સંસારની વૃદ્ધિ કરનારો જે રાગ-દ્વેષ છે, તે અપ્રશસ્તકષાય કહેવાય છે અને (૨) આત્મિકગુણોની પ્રાપ્તિ માટે જે રાગ-દ્વેષ કરાય છે, તે પ્રશસ્તકષાય કહેવાય છે. સમ્યગ્દષ્ટ જીવો જ્યારે શાસન પ્રત્યેના અવિહડરાગી તથા “સિવ જીવ કરૂ શાસનરસી'' એટલે સર્વજીવોને પરમાત્માના શાસનના રાગી બનાવું એવી ભાવકરૂણામાં ઓતપ્રોત બની જાય છે ત્યારે તીર્થંકરનામકર્મને બાંધે છે. એટલે તીર્થંકરનામકર્મનો બંધહેતુ ભાવકરૂણારૂપ પ્રશસ્તકષાય જ છે પણ સમ્યક્ત્વની હાજરી વિના “સવિ જીવ કરૂં શાસનરસી” એ ભાવકરૂણા હૃદયમાં ઉત્પન્ન થતી નથી. એટલે ભાવકરૂણારૂપ પ્રશસ્તકષાયનું કારણ સમ્યક્ત્વ છે. જો તીર્થંકરનામકર્મનો બંહેતુ સમ્યક્ત્વ જ હોય, તો સર્વે સમ્યગ્દષ્ટિજીવો તીર્થંકરનામકર્મને બાંધતા હોય. પણ સર્વે સમ્યગ્દષ્ટિજીવો તીર્થંકરનામકર્મને બાંધતા નથી. તેથી સમ્યક્ત્વની સાથે તીર્થંકરનામકર્મના બંધનો અવિનાભાવ નથી. પરંતુ “સવિ જીવ કરૂ શાસનરસી” એ ભાવના સાથે જિનનામકર્મના બંધનો અવિનાભાવ છે પણ એવી ભાવના સમ્યક્ત્વ વિના હોતી નથી એટલે સમ્યક્ત્વ રૂપ કારણમાં ભાવકરૂણારૂપ કાર્યનો ઉપચાર કરીને કારણને=સમ્યક્ત્વને તીર્થંકરનામકર્મનો બંધહેતુ કહ્યો છે. એ જ રીતે, આહારકદ્વિકના બંધનું કારણ શ્રુત અને સંયમ પ્રત્યેના અદ્વિતીયરાગરૂપ પ્રશસ્તકષાય છે. આવો પ્રશસ્તકષાય સંયમની હાજરીમાં જ ઉત્પન્ન થાય છે. અન્યથા થતો નથી. એટલે શ્રુતાદિ પ્રત્યેના અદ્વિતીયરાગનું કારણ સંયમ છે. તેથી કારણમાં (સંયમમાં) કાર્યનો (શ્રુતાદિ પ્રત્યેનો અદ્વિતીય રાગરૂપ પ્રશસ્ત કષાયનો) આરોપ કરીને કારણને= સંયમને આહારકદ્ધિકનો બંધહેતુ કહ્યો છે. પ્રશ્ન : (૭૭) આયુષ્યકર્મ કયા કયા ગુણઠાણે ન બંધાય? કેમ ન બંધાય? જવાબ :- ત્રીજા ગુણઠાણે ઘોલના પરિણામ ન હોવાથી આયુષ્યકર્મ બંધાતું નથી. તથા શ્રેણિમાં અનંતગુણવિશુદ્ધપરિણામની ધારાએ ચઢેલા જીવને ઘોલના ૨૫૫

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280