________________
જીવ પ્રતિસમયે જ્ઞાના૦૭ કર્મની અંતઃકો૦કોસાસ્થિતિને બાંધે છે એટલે આત્મામાં અસંખ્યભવમાં બંધાયેલું કર્મ એકઠું થયેલું છે. તે સર્વે કર્મો મનુષ્યાદિ કોઈ એક જ ભવમાં વિપાકોદયથી ભોગવીને નાશ કરી શકાતા નથી. કારણકે વિપાકોદય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવની અપેક્ષા રાખે છે. તેથી તે તે ગતિપ્રાયોગ્ય કર્મને ભોગવવા માટે જીવને તે તે ગતિમાં જવું પડે છે. નરકગતિમાં જવાથી નરકગતિને યોગ્ય કર્મ ભોગવાય છે. મનુષ્યગતિમાં જવાથી મનુષ્યગતિને યોગ્ય કર્મ ભોગવાય છે અને પ્રતિસમયે ગતિ પ્રાયોગ્ય કર્મનો બંધ ચાલુ જ હોય છે, એટલે કર્મનો અંત કયારેય ન આવવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. - આઠમાં ગુણઠાણાના છઠ્ઠાભાગ સુધી દેવાદિ–ગતિની સાથે દેવાનુપૂર્વીની પણ જઘન્યથી અંતઃકો૦કોસાઈની સ્થિતિ બંધાય છે. પણ તેનો વિપાકોદય વિગ્રહગતિમાં વધુમાં વધુ માત્ર ૩ સમય હોઈ શકે છે. એટલે જો દરેક કર્મો વિપાકોદયથી જ ભોગવાય એવો નિયમ હોય, તો આનુપૂર્વીનો ક્યારે અંત આવે ? માટે આયુષ્યકર્મની જેમ દરેક કર્મો વિપાકોદયથી જ ભોગવાય, તો
કર્મનો અંત ક્યારેય ન આવવાથી, કોઈ જીવનો મોક્ષ ન થાય. આ પ્રશ્ન : (૮૪) મતિજ્ઞાનાવરણીયાદિ-૨૭ની જેમ બાકીની ૯૫ પ્રકૃતિ માત્ર
વિપાકોદયથી ભોગવાઈને, નાશ થવાથી આત્માનો મોક્ષ કેમ ન થાય ? જવાબ :- ઉદય યોગ્ય ૧૨૨ કર્મપ્રકૃતિમાંથી મતિજ્ઞાનાવરણીયાદિ-૨૭ કર્મપ્રકૃતિ ધ્રુવોદયી હોવાથી, તે સર્વેને એકી સાથે વિપાકોદયથી ભોગવી શકાય છે. પરંતુ બાકીની ૯૫ અધ્રુવોદયી હોવાથી, તે દરેક પ્રકૃતિ એકી સાથે વિપાકોદયથી ભોગવી શકાતી નથી. કારણકે દેવના ભવમાં દેવગતિ વિપાકોદયથી ભોગવાય છે. ત્યારે બાકીની મનુષ્યાદિ-ત્રણગતિ વિપાકોદયથી ભોગવી શકાતી નથી. એટલે જેમ મતિજ્ઞાનવરણીયાદિ-૫ એકી સાથે વિપાકોદયથી ભોગવી શકાય છે. તેમ દેવાદિ-૪ ગતિ કે એકેન્દ્રિયાદિ-પ જાતિને એકીસાથે વિપાકોદયથી ભોગવી શકાતી નથી. એટલે અધુવોદયી ૯૫ કર્મપ્રકૃતિ જો વિપાકોદયથી જ ભોગવાય, તો તે કર્મપ્રકૃતિનો ઉપર કહ્યાં મુજબ ક્યારેય અંત આવતો નથી. તેથી આત્માનો ક્યારેય મોક્ષ ન થાય. પ્રશ્ન : (૮૫) વૈક્રિયલબ્ધિવાળા શ્રાવકો કે સાધુભગવંત વૈક્રિયશરીર બનાવી શકતા હોવાથી, દેશવિરતિ અને સર્વવિરતિગુણઠાણે વૈક્રિયદ્રિકનો
"To ર૬° °CITY