________________
પ્રશ્ન : (૯) સદૃષ્ટાંત ભવ્ય, અભવ્ય અને જાતિભવ્યનો તફાવત સમજાવો. જવાબ :- જેમ ગર્ભાધાન કરવાની યોગ્યતાવાળી સ્ત્રીને પતિનો સંયોગ થતાં અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. તેમ મોક્ષ પામવાની યોગ્યતાવાળા ભવ્ય જીવોને સિદ્ધિપદને યોગ્ય સામગ્રી મળતા અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે “અવંધ્યા સ્ત્રી જેવા ભવ્યજીવો છે.”
જેમ વાંઝણી સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા ન હોવાથી, તેને પતિનો સંયોગ થવા છતાં સંતાનની પ્રાપ્તિ થતી નથી. તેમ અભવ્યજીવમાં મોક્ષ પામવાની યોગ્યતા ન હોવાથી, સિદ્ધિપદને યોગ્ય સામગ્રી મલવા છતાં પણ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે “વંધ્યા સ્ત્રી જેવા અભવ્યજીવો છે.”
જેમ ગર્ભાધાન કરવાની યોગ્યતાવાળી સ્ત્રી હોવા છતાં તેનો પતિ લગ્ન થતાંની સાથે જ ચોરીમાં મૃત્યુ પામી જાય. પછી તે સ્ત્રી સીતા સતીની જેમ સતી જ રહે, તો તેને સંતાનની પ્રાપ્તિ થતી નથી. તેમ જાતિભવ્ય જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં, તેને સિદ્ધિપદને માટે જરૂરી સામગ્રી મળતી ન હોવાથી, તે જીવોને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે “સતી સ્ત્રી જેવા જાતિભવ્ય જીવો છે.” પ્રશ્ન : (૧૦) કયા કર્મના ઉદયથી જીવ ભવ્ય-અભવ્ય કે જાતિભવ્ય થાય
જવાબ :- કોઈપણ કર્મના ઉદયથી જીવમાં ભવ્યપણું, અભવ્યપણું કે જાતિભવ્યપણું ઉત્પન્ન થતું નથી. પરંતુ જેમ અગ્નિ દાહક = બાળવાના સ્વભાવવાળો હોય છે. પાણી શીતલ = ઠંડક આપવાના સ્વભાવવાળું હોય છે. તેમ કેટલાક જીવો ભવ્ય = મોક્ષ પામવાના સ્વભાવવાળા હોય છે. તો કેટલાક જીવો અભવ્ય = મોક્ષ નહીં પામવાના સ્વભાવવાળા હોય છે. એટલે ભવ્યપણું-અભવ્યપણું કે જાતિભવ્યપણું એ જીવનો સ્વભાવ જ છે. પ્રશ્ન : (૧૧) ભવ્યાદિ જીવો કઈ સાધના દ્વારા ચરમાવર્તમાં પ્રવેશી શકે? જવાબ :- ભવ્યજીવો કોઈપણ પ્રકારની વિશિષ્ટ સાધના કરવાથી શરમાવર્તમાં પ્રવેશી શકતા નથી. પરંતુ કાળ પસાર થતાં થતાં આપો આપ જ ચરમાવર્તમાં પ્રવેશે છે. એટલે ચરમાવર્તમાં પ્રવેશ કરવા માટે “જીવનો ભવ્યત્વસ્વભાવ” અને “કાળ” એ બે જ કારણ છે. પ્રશ્ન : (૧૨) ચરમાવર્ત એટલે શું ?